________________
|
થ તૃતીય ઉઠ્ઠાત: ||
श्री-पार्श्व प्रणिपत्य श्रीशंखपुरेश्वरं जिनं भक्त्या। નાખ્યો તૃતીયા ગુમ-વિનય-વિન III
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેશ્વરને ભક્તિ પૂર્વક નમસ્કાર કરી શ્રી શુભવિજય પંડિત ત્રીજા ઉલ્લાસની શરૂઆત કરે છે.
આ ગ્રંથના સંગહકાર પણ્ડિત શુભવિજય-ગણિના પ્રશ્નોત્તરો પ્રશ્ન: પ્રભાતે વ્યાખ્યાનના પ્રારંભમાં જિનેશ્વરદેવો નમો વિત્યા બોલે છે,
તેમાં તીર્થ શબ્દનો શો અર્થ થાય? ઉત્તર:- આવશ્યક હારિભદ્રીય ટીકા વિગેરે અનુસાર, તીર્થ શબ્દ કરી, બાર
અંગરૂપ શ્રુત જ્ઞાન કહેવાય છે. ૩-૩૫૦ પ્રશ્ન: પાસત્યા વિગેરે પાસે દીક્ષિત થયેલ મુનિને ગણ હોય? કે નહિ? ઉત્તર:–તેને ગણ હોય છે. કેમકે-મહાનિશીથના ત્રીજા અધ્યયનને છેડે કહ્યું
છે કે- સત્તગુરુપરંપરપુટીને, વિતિગુરુપરંપરબુલન્ને સાત, આઠ ગુરુપરંપરા કુશીલ અને એક, બે, ત્રણ ગુરુપરંપરા કુસીલ.” આમાં બે વિકલ્પ કહેલા હોવાથી આ પ્રમાણે જણાય છે કે જે એક, બે, ત્રણ ગુરુપરંપરા સુધી કુશીલ હોય, તેમાં સાધુસામાચારી, સર્વ પ્રકારે વિનાશ થયેલી હોતી નથી, તેથી જો કોઈ કિયા ઉદ્ધાર કરે, તો અન્ય સાંભોગિક વિગેરે પાસે ચારિત્ર ઉપસપ ગ્રહણ કરીનેજ, ક્રિયા ઉદ્ધાર કરી શકે છે, બીજા પ્રકારે નહિ. વળી બૃહત્કલ્પ ત્રીજા ખંડમાં કહ્યું છે કે કોઈકે નિદ્ભવ પાસે દીક્ષા લીધી, અને તેને છોડીને સુસાધુ પાસે આવ્યો, તેને પ્રાયશ્ચિત્ત તે છે કે સમગૃ માર્ગ અંગીકાર કરે, અને ત્યાંથી
વ્રતપર્યાય ગણાય; ફરી તેને વડી દીક્ષા કરવી પડતી નથી. ૩-૩૫૧ શ્ન: છૂટા શ્રાવકો ત્રણ નવકારે નવકારશી વિગેરે પચ્ચકખાણ પારે છે,
તેના અક્ષરો કયાં છે?