________________
પંડિત દર્શનસાગર ગણિત પ્રશ્નોત્તરો. પસ: પફખી પ્રતિક્રમણના છેલ્લા ભાગમાં સક્ઝાય સંદિસાહું અને સઝાય
કરું એમ આદેશ માંગીને સજઝાય ન કહેતાં, તે સ્થાને નવકાર,
વિગ્રહર અને સંસારદાવાની સ્તુતિ બોલાય છે, તેનું શું કારણ? ઉત્તર:- આવશ્યક ચૂર્ણિના અભિપ્રાયે પખી પ્રતિક્રમણને છે. “સ્તુતિસ્તોત્ર
રૂપ સઝાય કરવી” કહી છે, તેથી પરંપરાથી સ્તુતિસ્તોત્ર વિગેરે
કહેવાય છે. ૨-૩૪૨ પ્રશ્ન: સૂર્ય વિમાન અતિ નીચું હોવાથી, રાહુ વિમાન, સૂર્ય વિમાનને કેવી
રીતે આવરી શકે? અને ચંદ્રવિમાન અતિ ઊંચું હોવાથી રાહુવિમાન
ચંદ્રવિમાનને કેવી રીતે આવરી શકે? ઉત્તર:-તત્ત્વાર્થ ભાષ્ય ટીકાના અનુસાર ચંદ્રવિમાનથી રાહુનું વિમાન ઉપર
રહેલ છે, અને તે અનિયમિત ફરતું હોવાથી કદાચિત્ સૂર્યવિમાનની નીચે દશ યોજન સુધી ફર્યા કરે છે, માટે ચંદ્ર-સૂર્યને આવરવામાં કાંઈ પણ શંકા રહેતી નથી. ૨-૩૪૩
પંડિત વિવેકસાગર ગણિકૃત પ્રશ્નોત્તરશે. પ્રશ્ન: નવરવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં જિનદાઢા છે? કે નહિ?
જો છે તો શાશ્વતી છે? કે અશાશ્વતી છે? ઉત્તર–શૈવેયક વિગેરેમાં સુધર્માદિ સભા નહિ હોવાથી જિનદાઢાઓ હોતી
નથી. ૨-૩જા a: સ્ત્રીઓ કાલધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાને જાય? કે નહિ? ઉત્તર:- વિજયચંદ કેવલિચરિત્રમાં દેવપૂજાના અધિકારમાં સ્ત્રીઓના સર્વાર્થસિદ્ધ
વિમાને જવાના અક્ષરો છે, અને પૃથ્વીચંદ્ર ચરિત્રમાં “પૃથ્વીચંદ્રની પૂર્વભવની સ્ત્રીઓ સર્વાર્થસિદ્ધ જઈને મનુષ્યપણું પામી સિદ્ધ થઈ” એમ કહ્યું છે, તેમજ કનકબાલા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગઈ તેવા અક્ષરો અષ્ટપ્રકારી પૂજાના ગ્રંથમાં પ્રદીપ-પૂજાના અધિકારમાં છે, અને વાસુપૂજ્ય ચરિત્રમાં તો, અનુત્તર વિમાને જવાના સ્પષ્ટ અક્ષરો છે, અને સ્ત્રીઓ અનુત્તર વિમાનનું આયુષ્ય બાંધે છે, તે વાત પન્નવણા સૂત્રમાં ત્રેવીસમા કર્મપ્રકૃતિ નામના પદની ટીકામાં કહેલ છે. ૨-૩૫