________________
૮૮
પંડિત કહાનજી ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: તીર્થંકર મહારાજાનું દાન અભવ્ય જીવો પામે ? કે નહિ ?
ઉત્તર :— અભવ્ય જીવો પામે નહિ, એમ વૃદ્ધવાદ છે, પણ ગ્રંથમાં અક્ષરો જોયાનું યાદ નથી. ૫૨-૩૩૪૫
પ્રશ્ન: “અભવ્ય જીવો શત્રુંજ્ય તીર્થ સ્પર્શે નહિ,” તેવા અક્ષરો કયા ગ્રંથમાં
છે?
ઉત્તર :— અમવ્યા: વાપિનો નીવા નામું પશ્યન્તિ પર્વતમ્। लभते चापि राज्यादि, नेदं तीर्थं हि लभ्यते ॥ १ ॥
પાપી અભવી આ તીર્થને નજરે દેખે નહિ, કદાચ રાજ્ય વિગેરેને પામે, પણ આ તીર્થને પામી શકે નહિ, એમ શત્રુંજ્યમાહાત્મ્યમાં છે. ૨-૩૩૫
પ્રશ્ન: ઈશાન ઈંદ્રના ક્રોધથી બલિચંચા રાજધાની ભાઠાના અંગારના કણીયા સરખી થઈ ગઈ, તે સાચું? કે સાક્ષાત્ અંગારભૂત થઈ ગઈ, તે સાચું ?
-
ઉત્તર :— મૂત શબ્દ ઉપમા વાચી હોવાથી, દેવતાઈ પ્રભાવથી અલિયંચા રાજધાની અંગારાદિ સરખી થઈ ગઈ, એમ સંભવે છે. ૨-૩૩૬॥
પંડિત કનકકુશલ ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન : ભદ્રબાહુ સ્વામીજીએ નવમા પૂર્વથી ઉદ્ધરેલું કલ્પસૂત્ર પર્યુષણાના પાંચ દિવસમાં વંચાતું હજુ સુધી ચાલ્યું આવે છે, પણ સુધર્મા ગણધર વિગેરે આચાર્યોના સમયે પશુસણમાં કર્યું શાસ્ત્ર વંચાતું હતું ?
ઉત્તર :— સુધર્મા સ્વામી આદિ મહાપુરુષો પશુસણમાં નવમા પૂર્વમાં રહેલું આ જ અધ્યયન યથાસ્થિત વ્યાખ્યાન કરતા હતા, એમ સંભવે છે. ૫૨-૩૩૭ણા પ્રશ્ન ગાય, ભેંસ, બકરી વિગેરેના ઘીની પેઠે, ખારૂં અને મીઠું પાણી અને ગાય ભેંસ વિગેરેની છાશ એક દ્રવ્ય ગણાય? કે જુદા જુદા દ્રવ્ય ગણાય? શ્રાદ્ધવિધિમાં તો આ પ્રકારે કહ્યું છે કે ‘જુદું નામ હોય, અને સ્વાદ જુદો હોય, તો જુદું દ્રવ્ય ગણાય.' પણ છાશ વિગેરેમાં