________________
પw ગુવારફળી, ચણા વિગેરે અને [મેથી વિગેરેની ભાજી કાચા ગોરસ
સાથે લેવાથી વિદલ થાય? કે નહિ? ઉત્તર:-કાચાં દહીં, છાશ વિગેરે સાથે વાપરવાથી તેનાથી વિદલ બને છે. ર-૩રા
જ: લીલી ભાજી વિગેરે તડકે મૂક્યા સિવાય કેટલા દિવસે સૂકવણી ગણાય? ઉત્તર:-સૂર્યના તાપમાં મૂકવાથી ત્રણ દિવસે સૂકવણી થાય, અને સૂર્યના
તાપ વિના તો જ્યારે પોતાની મેળે સુકાઈ જાય, ત્યારે થાય. આમાં
દિવસની સંખ્યાનું નિયતાપણું નથી. ર-૩૨૮. કક્ષ: શ્રદ્ધાળુ શ્રાવિકાઓ પોસહ લીધા બાદ ગહેલી કરી શકે? કે નહિ? ઉત્તર:-દ્રવ્યસ્તવપણું હોવાથી ગહેલીઓ કરી શકે નહિ. ર-૩૨૯ પ્રશ્ન: શ્રાવિકાઓ દેવપૂજામાં સ્નાત્ર ભણાવ્યા પછી આરતિ, મંગલદીવો વિગેરે
કાર્ય કરે? કે નહિ? ઉત્તર:-આરતિ મંગલદીવો ઉતારવાની પ્રવૃત્તિ હાલ દેખાતી નથી, પણ શાસ્ત્રમાં
નિષેધ દેખ્યો નથી, તેથી કોઈક દેશવિશેષમાં તે કરતા પણ હશે. ર-૩૩ના પ્રશ્ન: વ્યાખ્યાન અવસરે સામાયિક લઇને શ્રાવિકા આદેશ માંગવા પૂર્વક પડિલેહણા
કરે? કે નહિ? ઉત્તર:-સામાયિકમાં પડિલેહણાના આદેશનું માંગવું તે યુક્તિયુક્ત છે. ર-૩૩૧ પ્રશ્ન: પાનના અનેક કકડા કરી હાથે મસળી નાખીને એક પહોર માત્ર
રાખી મૂક્યા હોય, તો સચિત્ત ગણાય? કે અચિત્ત ગણાય? ઉત્તર:-પાનના તેવા પ્રકારના કકડાનો પણ અચિત્તપણે વ્યવહાર નથી. ૨-૩૩રા
પંડિત દેવવિજયગણિકૃત પ્રશ્નોત્તરો. પક્ષ: કોઈક શ્રાવક પોતાના દ્રવ્યથી જિનપ્રતિમા ભરાવે, અને કોઈક પોતાના
દ્રવ્યથી પુસ્તક લખાવે, તો પ્રતિમા કરનારને દેવદ્રવ્ય અને પુસ્તક લેખકને
શાનદ્રવ્ય લાગે? કે નહિ? ઉત્તર:–અનુકમે તે બન્નેયને પણ તે બન્નેય લાગતા નથી, તે બંનેયને વપરાશ
કરતાં દેવદ્રવ્ય અને જ્ઞાનદ્રવ્ય લાગતા નથી.) એમ સંભવે છે. ૨-૩૩૩