________________
હોય? કે સામાન્ય તીર્થકરની સત્તા વિનાનું હોય? કે નહિ? ઉત્તર:– વર્તમાનકાળે વિહરમાન જિનેશ્વરો સિવાયની વિજયોમાં તીર્થકરોના જન્મ,
કુમાર અવસ્થા વિગેરેનો અસંભવ જાણેલો નથી. તેમજ વિહરમાન શબ્દથી કેલિપર્યાયવાળા જિનેશ્વરી લેવાય છે, તથા સંપૂર્ણ મહાવિદેહ કોઈ વખત પણ કેલિપર્યાયવાળા જિનોથી રહિત હોતું નથી, અને સામાન્ય તીર્થંકરની
સત્તા વિનાનું હોતું નથી. ર-૩૧દા પ્રશ્ન: સ્પર્શ વિગેરે ત્રણ ઈંદ્રિયો નવ યોજન દૂરથી પોતાના વિષયને ગ્રહણ
કરે છે, તે ત્રણેયના ચક્ષુ ઈંદ્રિય અને શ્રવણ ઈંદ્રિયની પેઠે સ્વ-વિષય
ગ્રહણ કરવામાં કયાં દાંતો બતાવ્યાં છે? ઉત્તર:-નવ યોજન દૂર વર્ષાદ વરસ્યો હોય. તે જલના પુગલો ત્યાંથી
આવી શરીરને સ્પર્શે છે, અને તેટલા દૂર પ્રદેશથી માટીના પુદ્ગલો આવી રસના અને નાસિકાએ લાગી, ગંધ અને રસનું જ્ઞાન કરાવે
છે, વિગેરે દષ્ટાંતો પુષ્પમાલા ટીકા વિગેરેથી જાણવા. ર-૩૧ પ્રશ્ન: શ્રાવકોએ પોસહ તથા ઉપધાન વિગેરેમાં સાંજની પડિલેહણમાં “પડિલેહણા
પડિલેહાવોજી” આ આદેશ માગ્યા પછી કાજે લીધો, ત્યાર બાદ ઉપધિ મુહપત્તિ પડિલેહવાના આદેશ માંગી ઉપધિનું પડિલેહણ કર્યું તો તે
પડિલેહણ બાદ કાજો લેવો જોઈએ? કે નહિ? ઉત્તરઃ–પહેલાં કાજે લીધો હોય, છતાં ઉપધિ પડિલેહ્યા બાદ લેવો જોઈએ.
ર-૩૧૮ મr: છકીયાના ઉપધાનમાં પ્રવેશ કર્યો હોય, તે દિવસે જ માલારોપણ થયું
હોય, તો તેની પહેલી વાચના આપીને માલા પહેરાવાય? કે માલારોપણ
પછી તપ પૂર્ણ થયે પહેલી વાચના અપાય? ઉત્તર:-છકીયાના ઉપધાનના પહેલા દિવસે પણું કરી પહેલી વાચના આપીને,
સમુદેશાદિ ક્રિયા કરાવીને, માલારોપણ થાય છે. ર-૩૧લા w: જિનમંદિરમાં પચ્ચકખાણ પારવું કલ્પ? કે નહિ? ઉત્તર:– પચ્ચકખાણ પારવું સુઝે છે, એવો સંપ્રદાય છે. ર-૩૨ના પ: ઉપધાન તપ ચાલી રહ્યું હોય, તેમાં વીશસ્થાનક વિગેરે તપ કરવું
આ માલવો આ આદિ માંગી ?