________________
કહેવાય નહિ, તેમ મધ વિગેરેમાં રસથી ઉત્પન્ન થનાર જીવનો સંભવ હોય, છતાં સચિત્ત કહેવાતું નથી. પણ તેના સંઘટ્ટામાં, કે વાસીના સંઘટ્ટામાં, સાધુઓને આહાર વિગેરે વહોરવું કલ્પ નહિ, કેમકે તેમાં સંભવતા જીવોને બાધાનો સંભવ થઈ જાય, માટે તે પ્રસંગ વર્જિત હોઈને છોડી
દેવો. ર-૩૧ર. પ્રશ્ન: અંતર્વાઓ વિગેરે ગ્રંથોમાં સુઘોષા ઘંટાનું પ્રમાણ એક યોજનાનું બતાવ્યું,
અને છૂટક પાનાઓમાં વારસોયણ વિદુત-“નામ યોગન પો” વિગેરે
બતાવ્યું છે, તો મોટા ગ્રંથોમાં તેનું માન કેટલું છે? તે જણાવશો. ઉત્તર:-જબૂદ્વીપ પન્નત્તિ વિગેરે ગ્રંથોમાં સુઘોષ ઘંટનું માન એક યોજન
કહેલું છે. ૨-૩૧૩ પ્રશ્ન: ઉપધાનમાં મુહપત્તિ વિના સો હાથ ઉપર જવાયું હોય, વાપરતાં એઠું
મૂકયું હોય, રાત્રિએ અંડિલ જવાયું હોય, વિગેરે કર્યું હોય, તો દિવસવૃદ્ધિ થાય તે સરખીજ થાય? કે ફેરફારવાળી થાય? અને તે પહેલા દિવસો ઉપધાન તપમાં જ ફરીથી કરી આપવા પડે? કે કારણ હોય તો ઉપધાનમાંથી
નિકલ્યા પછી કરે? ઉત્તર:–ઉપધાનવિધિમાં મુહપત્તિ ભૂલીને સો હાથ જવાયું હોય, કે એઠું
મૂકયું હોય, કે રાત્રિએ ચંડિલ ગયા હોય, એ વિગેરેમાં “દિવસવૃદ્ધિ સરખી જ થાય.” એમ કહ્યું છે, અને તેમજ કરાવાય છે. તથા તે વૃદ્ધિના દિવસો પ્રાય: કરીને ઉપધાનમાં જ કરાવાયા છે, મહાન કારણ
હોય તો એકાંતપણું નથી. ર-૩૧૪ પક ઉપધાનની આલોયણના પોસહ ઉપવાસથી અપાય કે નિવિ, એકાસણ
વિગેરેથી અપાય અને તે પૌષધ દિવસના અપાય? કે અહોરાત્રિના
અપાય? ઉત્તર:-ઉપધાનની આલોયણના પોસહ ઉપવાસથી અપાય, અને અહોરાત્રિના
જ અપાય છે. ર-૩૧પના બી: ખતપના મહાવિદેહ ક્ષેત્રની ચાર વિજ્યોમાં વિહરમાન ચાર જિનેશ્વરી
બિરાજી રહ્યા છે, તે સિવાયની બીજી વિજયોમાં વર્તમાનકાલે અન્ય જિનેશ્વરોને જન્મ, કુમારાવસ્થા વિગેરે સંભવે? કે નહિ? અને વિહરમાન પદે કરી વર્તમાનજિનો કહેવા? કે સમવસરાણમાં બિરાજેલા જ કહેવા? અને સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્ર કોઈ કાળે કેવલિપર્યાયવાળા જિનેશ્વરથી રહિત