________________
અન્યથા નહિ. તે વાર પછી બાકી રહેલ ક્રિયા સાંજે કરે છે, એ પ્રમાણે અમારા સંવાડાની પ્રવૃત્તિ છે. ર-૨૯૮
પંડિત ધનવિજય ગણિકૃત પ્રશ્નોત્તર પ્રશ્ન: સિદ્ધ પંચાસિકામાં “સમકિત વયા જેને અનંતો કાલ થયો હોય,
તેવા એક સમયમાં એક્સો આઠ સિદ્ધ થાય છે,” એમ કહ્યું છે, તો અષભદેવસ્વામી વિગેરે ૧૦૮ મહાપુરુષો અનન્તાકલથી સમકિત વમેલા માનવા કે કોઈ બીજા પ્રકારના માનવા? “અનન્તાકાલથી વસેલા માનવા” એમ કહો તો ઋષભદેવ સ્વામિનું સમકિત અનનકાલ પહેલાં થયેલું માનવું? કે કોઈ બીજા પ્રકારનું માનવું? “ો અનન્તકાલ પહેલાં થયેલું માનવું” કહો તો ભગવાનના ૧૩ ભવો કેવી રીતે કહેવાય? કેમકે ૧૩ ભવ પહેલાં પણ સમકિતની પ્રાપ્તિ થઈ હતી. હવે જે બીજો પક્ષ સ્વીકારો તો, સિદ્ધપંચાસિકા વિગેરે ગ્રંથો સાથે બંધ બેસતું કેવી રીતે આવે? જે આશ્ચર્યમાં સમાવેશ કરો, તો તે આશ્ચર્ય ઉત્કૃષ્ટ અવગાહનાએ કરી છે, કે તીર્થંકરપણાએ કરી છે? કે સંખ્યાતકાલ પતિતપણું વિગેરે કરી છે? કે ત્રણે કરીને છે? તે સ્પષ્ટ જણાવવા
કૃપા કરશો. ઉત્તર-અનન્તકાલથી સમકિત વમેલા ૧૦૮ પુરુષો એક સમયમાં સિદ્ધ થાય
છે, એમ સિદ્ધપંચાસિકા વિગેરે ગ્રંથોમાં છે, તો બાહુબલીજીના છ લાખ પૂર્વના આયુષના અપવર્તનની પેઠે શ્રીષભદેવની પણ સિદ્ધિ આશ્ચર્યપણાએ માની સિદ્ધ કરવી, એ પ્રકારે તેઓના અધિકારમાં જે
જે વાત અસંભવિત હોય, તે તે તમામ વાત, આશ્ચર્યમાં સમાવી દેવી. ર-૨૯૯ પ્રશ્ન: શ્રાવકે પહેલાં ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ કર્યું હોય, અને સાંજે
પ્રતિક્રમણ વખતે સામાયિક લઈ પચ્ચખાણ મુહપત્તિ પડિલેહી ફરી
લેવું જોઈએ? કે પહેલાં કર્યું હોય તેનાથી ચાલે? ઉત્તર: પહેલાં ચોવિહાર ઉપવાસનું પચ્ચકખાણ કરેલ હોય, તે જ ચાલી
શકે છે, તેથી સાંજે પ્રતિક્રમણમાં પચ્ચફખાણ લેવાના સમયે તેનું સ્મરણ કરી લેવું કેમેં વોવીરા ૩પવાસ કરેલ છે” ફરી લેવાની જરૂર નથી. ર-૩છા