________________
૮૧
પ્રશ્ન: તીર્થંકર દેવોના તેર વિગેરે ભવો, પ્રથમ સમકિતની પ્રાપ્તિની અપેક્ષાએ છે? કે પ્રસિદ્ધ ભવની અપેક્ષાએ છે? કે કોઈ બીજા પ્રકારે છે?
ઉત્તર:— આવશ્યક સૂત્ર વિગેરેના અભિપ્રાયે કરી, તીર્થંકરોના ભવો પ્રથમ સમક્તિની પ્રાપ્તિથી ગણાય છે, બીજી કોઈ પણ અપેક્ષાથી ગણાતા નથી. ॥ ૨-૩૦૧ ॥
પ્રશ્ન: પંડિતપદની નંદીની ક્રિયા સિવાય પંડિત બનેલ પદસ્થપાસે ન્યૂન અધિક પર્યાયવાળા ` સામાન્ય સાધુઓને; અને નંદીની ક્રિયા જેની થઈ છે, એવા લઘુપંડિતોને, કયા કયા ક્રિયાનાં કાર્યો કરવા સૂઝે?
ઉત્તર :— પંડિતપદની નંદીની ક્રિયા કરેલી ન હોય, તેવા યુદ્ધપંડિત પાસે દરેક દિવસ સંબંધી કરવા લાયક ક્રિયાનાં કાર્યો કરવા સૂઝે. પણ શિષ્યની વડી દીક્ષા, આચાર્યપ્રતિષ્ઠા અને જિનબિંબપ્રતિષ્ઠા વિગેરે કાર્યો કરવા સૂઝે નહિ. કેમકે-તે કાર્યો મંત્રની અપેક્ષાવાળા છે, એમ પરંપરા છે, હમણાં તો કેટલાક વૃદ્ધગણિઓ લઘુપંડિત પદસ્થને વંદનાદિક કરતા નથી, તે પ્રવૃત્તિનો પ્રવાહ પડી ગયેલ હોવાથી, નિવારવો અશક્ય બનેલ છે. પરંતુ શાસ્ત્ર મુજબ તો, લઘુપંડિતની પાસે વૃદ્ધ ગણીઓએ પણ વંદનાદિક કાર્ય કરવું અનુચિત નથી. ૨-૩૦૨ા
પ્રશ્ન પાક્ષિક ઉપવાસ, રોહિણી અને જ્ઞાનપંચમી વિગેરે તપો બહુ વખતથી કરાતા હોય, તેમાં કદાચિત્ વિસ્મરણથી અથવા મહાકારણ આવી પડવાથી, તે દિવસે ઉપવાસ ન બની શક્યો હોય, તો તે તપ મૂલથી જાય? કે તે તપનું પ્રમાણ પૂરું થાય ત્યારે પડેલા દિવસોનો તપ પાછળથી કરી આપવાથી સરે ?
ઉત્તર :— “વિસ્મરણ વિગેરે કારણોથી, તપના દિવસે ઉપવાસ ન કરવામાં આવે, તો તુરત બીજા દીવસે દંડનિમિત્તે ઉપવાસ કરી આપવો, અને તે તપનું પ્રમાણ પૂરું થાય ત્યારે, પછવાડે પડેલ દિવસનું તપ વધારે કવું.” એવો પાઠ શ્રાદ્ધવિધિમાં છે, અને મહા કારણે તો, તપ ન બની શકે, તે મહત્તરારેનંમાં સમાઇ જાય છે. ૨-૩૦૩ા
પ્રશ્ન: તમામ યુગલિયાના ક્ષેત્રોમાં ગર્ભમાં રહેલ, તથા ગર્ભથી નીકળી જન્મ પામેલ, વિગેરે ભેદવાળા યુગલિયાઓનું આયુષ્ય જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદવાળું હોય ? કે ઉત્કૃષ્ટ ભેદવાળું જ હોય?
[સન પ્રશ્ન-૧૧]