________________
ઉત્તર:–તેવો આદેશ માગવાનું દિનચર્યા વિગેરેમાં છે, પણ દેવસૂરિકૃત દિનચર્યામાં
તેવો આદેશ માગવાનું બતાવ્યું નથી, માટે અન્યગચ્છીય દિનચર્યામાંથી
આવેલો સંભવે છે. જે ૨-૧૬૬ / પ્રશ્ન: છ માસ ઉપરના બાળકની માતા, તે બાળકનો સંઘટ્ટો હોય, તો સામાયિક
પોસહ કે પ્રતિક્રમણ કરી શકે? કે નહિ? ઉત્તર:-છ માસથી મોટું ધાવણું બાળક જો અડેલું હોય, તો તેની માતા
સામાયિક, પ્રતિકમણ વિગેરે કરે, તે મુખ્ય વૃત્તિએ યુક્તિયુક્ત લાગતું
નથી. ૨-૧૬૭ પ્રશ્ન: માળા સંબંધી સોનું રૂપું કે સૂતર વિગેરે દ્રવ્ય, તે દેવદ્રવ્ય ગણાય?
કે જ્ઞાનદ્રવ્ય ગણાય? કે સાધારણ દ્રવ્ય ગણાય? ઉત્તર:–તે સર્વ દેવદ્રવ્ય ગણાય. આ પ્રકારે સંપ્રદાય છે. ૨-૧૬૮ પ્રશ્ન: કોઇ પણ ગામ વિગેરેમાં શ્રાવકોના ઘર સાંકડા હોય, તેથી શ્રાવકની
કોટડીમાં સાધુ રહ્યાં હોય, તો સજજાતરઘર ગામના અધિપતિનું કે
દેશાધિપતિનું થાય? કે નહિ? ઉત્તર:–“જેની નિશ્રાએ ઘરમાં રહેવું થયું હોય, તેનું ઘર સજાતર થાય.”
એમ બૃહત્કલ્પ વિગેરેમાં કહ્યું છે. “મોટા કારણે તો સજાતરનું પણ
લેવું કલ્પ,” એમ આજ્ઞા કરેલી છે. ૨-૧૬૯ પ્રશ્ન: વિવાહ કે સાધર્મિક વાત્સલ્યના જમણવારમાં સાધુઓ વહોરી શકે કે
નહિ? અને કેટલા મનુષ્યો એકઠા મળી જમતા હોય તો જમણવાર
કહેવાય? ઉત્તર:-સંખડી શબ્દ ઓદનપાક અને ઘણા મનુષ્યોનો જમણવાર એ
બે અર્થ બૃહત્કલ્પ ટીકા વિગેરેમાં કર્યા છે, તેથી “વિવાહનું જમણ તે સંખડી” અને “સાધર્મિકનું જમણ તે સંખડી નહિ,” એમ કહી શકાય નહિ, તેથી બન્નેયમાં કારણ વિના સાધુઓથી વહોરવા જવાય નહિ. ત્રીસ અથવા ચાલીસથી માંડીને મનુષ્યનું જમણ તે સંખડી ગણાય, એમ સંભવે છે. ર-૧૭