________________
૬૦
પ્રશ્ન: “જેમ માણા વિગેરે માપોએ કોઇક પુરુષ સર્વ ધાન્ય માપે, તેમ અસદ્ભાવ કલ્પનાની પ્રરૂપણાએ કરી લોક જેવડા માપે કરીને કોઇ અધન્ય ઉત્કૃષ્ટ અવગાહનાવળા પૃથ્વીકાય જીવોને જે માપે, તો પૃથ્વીકાય જીવો અસંખ્યાતા લોકને પૂરે છે.” એમ આચારાંગના પહેલા શ્રુતસ્કંધમાં પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશાની ટીકામાં કહ્યું છે. તો ચાર સ્થાવરોનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું કહ્યું છે, માટે-તે પૃથ્વીકાય જીવો અસંખ્ય લોકને કેવી રીતિએ પૂરી શકે?
ઉત્તર :— પ્રસ્થ એટલે માણા વિગેરેના છાતમાં સામાન્ય વાત કહી છે. પણ દરેક આકાશ પ્રદેશે એક પૃથ્વીકાય જીવને સ્થાપવાની કલ્પનાએ લોકરૂપ પાલો ભરવામાં આવે, તો અસંખ્યાત લોક્ને ભરી દે, એમ સંભવે છે. જે એમ નહિ લઈએ, તો પત્રવણા ટીકા વિગેરે બીજા ગ્રંથો સાથે વિરોધ આવે, એમ જાણવું. ૫૨-૨૧૮॥
પ્રશ્ન: તિર્યંચો વૈયિ શરીર બનાવે, તે મૂલ શરીર સાથે સંબંધવાળું હોય ? કે અસંબંધવાળું હોય ?
ઉત્તર :— સંબંધવાળું હોય, અને અસંબંધવાળું પણ હોય છે. ર-૨૧૯ા
પ્રશ્ન: જ્ઞાનદ્રવ્ય દેવકાર્યમાં કામ લાગે કે નહિ? જે દેવકાર્યમાં ઉપયોગ થતો હોય, તો દેવપૂજામાં ઉપયોગ થાય ? કે પ્રાસાદ વિગેરેમાં થાય ?
ઉત્તર : દેવદ્રવ્ય ફક્ત દેવના કાર્યમાં વપરાય. અને જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં તથા દેવકાર્યમાં વપરાય. અને સાધારણ દ્રવ્ય સાતેય ક્ષેત્રમાં કામ આવે એમ જૈન સિદ્ધાંત છે. આવું ઉપદેશ સમતિકામાં છેલ્લા ભાગમાં કહ્યું છે. માટે તે અનુસારે જ્ઞાનદ્રવ્ય જ્ઞાનમાં, અને દેવપૂજામાં તથા દેરાસરના કાર્ય વિગેરેમાં ઉપયોગી થાય છે. ૨-૨૨ના
પ્રશ્ન: સૌધર્મ વિગેરે દેવો “મનુષ્ય અને તિર્યંચમાં-અમે અમુક સ્થળે ઉપજીશું” એમ જાણે ? કે નહિ ?
ઉત્તર:—તેવા પ્રકારનું જ્ઞાન હોય તો કોઇક જાણે અને તેવું જ્ઞાન ન હોય તો ન જાણે. ૫૨-૨૨૧
પ્રશ્ન: પ્રભાતે પ્રતિક્રમણમાં તપચિંતામણિના કાઉસ્સગમાં“ ઉપવાસ વિગેરે અમુક તપ હું કરીશ” એમ ચિંતવીને કાઉસ્સગ પારે. પછવાડે કોઇકના આગ્રહથી