________________
૬૧
ચિંતવેલ તપ થકી ઓછું તપ કરે, તો તેને પચ્ચક્ખાણનો ભંગ થાય કે નહિ ?
ઉત્તર :— તેને પચ્ચક્ખાણનો ભંગ લાગે નહિ. ૨-૨૨૨ા
પ્રશ્ન: નિયાણું બાંધ્યું હોય તો સીરત્ન થાય? કે બાંધ્યાં વિના પણ થાય? ઉત્તર :— સીરત્ન બંનેય પ્રકારે થાય. કેમકે આ બાબતે વિશેષ કહ્યું નથી.૨-૨૨૩ પ્રશ્ન: દેશવિરતિથી ચક્રીપદ પમાય કે નહિ? તેમજ ચક્રવર્તીને ગૃહસ્થણામાં દેશવિરતિ હોય ? કે નહિ ?
ઉત્તર :—દેશવિરતિથી ચક્રીપદ મળે કે નહિ? તેવો નિશ્ચય જાણ્યો નથી, તેમજ ચક્રવતીઓને મહાપરિગ્રહ હોવાથી દેશવિરતિની પ્રાપ્તિ ન થાય.ર-૨૨૪ા
પ્રશ્ન: ગણધરોની જુદી જુદી વાચના છે, છતાં તેઓને સાંભોગિકપણું હોય ? કે નહિ ? અને સામાચારી વિગેરેમાં ભેદ હોય ? કે નહિ ? (એક માંડલીએ આહાર કરવો વિગેરે બાબતોમાં એકપણું તે સંભોગ કહેવાય.)
-
ઉત્તર :— ગણધર મહારાજાઓને માંહોમાંહે વાચનાનો ભેદ હોવાથી સામાચારીનો પણ કાંઇક ભેદ સંભવે છે, અને તે ભેદ હોવાથી કાંઇક અસાંભોગિકપણું પણ સંભવે છે. ૫૨-૨૨૫
પ્રશ્ન: જિનલ્પીઓ તે જ ભવમાં મોક્ષે જાય? કે નહિ? જે ન જતા હોય? તો તેનું કારણ શું?
ઉત્તર :— જિનકલ્પીઓ તે જ ભવમાં મોક્ષે જતા નથી. કેમકે
-
न करिंति आगमं ते, इत्थीवज्जो उ वेद इक्कतरो ।
पुव्वपडिवन्नओ पुण, होज सवेओ अवेओ वा ॥१॥
અપૂર્વ અધ્યયન કરતા નથી, પૂર્વ ભણેલ શ્રુતને તો ભૂલી ન જવાય માટે એકાગ્રમને રૂડી પ્રકારે સંભાર્યા કરે છે. અને તેઓને જિનકલ્પના સ્વીકાર વખતે સ્રી વેદને વર્જીને બેમાંથી એક વેદ-પુરુષવેદ અથવા અસંકિલષ્ટ નપુંસક વેદ હોય, અને જેણે પહેલાં સ્વીકાર કર્યો હોય, તે તો વેદવાળો હોય અથવા વેદ વિનાનો હોય, જિનલ્પીને તે જ ભવમાં કેવલજ્ઞાનનો નિષેધ છે, તેથી ઉપશમ શ્રેણીમાં વેદ દબાઈ જવાથી તેને અવેદિપણું હોય તે વાત બૃહત્કલ્પ ટીકામાં કહેલી છે કે