________________
પ૯
ઉત્તર:–ગચ્છનાયક પાસેની દીક્ષા વખતે તે કાઉસ્સગ્ગ ભૂલી જવાયો હોય,
તો ફેર ગચ્છનાયક પાસે દીક્ષા ક્યા વિના યોગની ક્રિયા અને વડી
દીક્ષા કરવી સુઝે નહિ.ર-૨૧ના પ્રશ્ન: વહોરેલા પાત્રા કરી લેપ્યા હોય, તો ચોમાસામાં વાપરવા કલ્પે? કે
નહિ? ઉત્તર:-પ્રથમ વહોરેલા ફરી લેપેલા પાત્રા ચોમાસામાં વાપરવા કહ્યું છે. ર-૨૧૧ પ્રશ્ન: શય્યાતરના ઘરનો આહાર લીધો હોય, તેને આયંબિલનું પ્રાયશ્ચિત્ત અપાય
છે, તો તે આહાર વાપરવાવાળાને પણ અપાય? કે નહિ? ઉત્તર:-ગ્રંથમાં શય્યાતર પિંડ ભોગે સામાન્યથી આયંબિલ કહ્યું છે, પરંતુ
હમણાં તો પરંપરાએ તેના ગ્રાહકને આયંબિલ અપાય છે. ર-૨૧૨ાા પ્રશ્ન: વસતિમાલિક દેવલોક થઇ ગયો હોય, તો કોણ શય્યાતર ગણાય? ઉત્તર:-વસતિનો માલિક થઇને જે સાચવે, તે શય્યાતર થાય. ર-૨૧૩ પ્રશ્ન: ઉપાશ્રયમાં જેણે વળીઓ થાંભલા, ચંદરવા, મૂક્યા હોય, તે શય્યાતર
ગણાય? કે ભૂમિનો માલિક શય્યાતર ગણાય? ઉત્તર:-શાસ્ત્ર મુજબ બધા શયાર ગણાય, પણ હાલ તો શ્રાવકોએ જેટલાં
શય્યાતર કરવાનાં નામ લખ્યા હોય, તે કરાય છે.પાર-૨૧૪ પ્રશ્ન: કોઈએ ઉપાશ્રય નિમિત્તે ધન ખર, તેને ચાર પુત્રો હોય, તે સ્વર્ગવાસ
પામ્યો, અને પુત્રો જુદા પડયા, તો તે બધા શયાતર થાય? કે
તેમાંથી એક અધ્યાતર થાય? ઉત્તર:–જેટલા તેના માલિક હોય, તે બધા શય્યાતર થાય. ર-૨૧૫ા પ્રશ્ન: “પાંસરુ” એટલે તાંબાના વાસણમાં નાંખેલું દુધ ખાવામાં દોષ છે?
કે નહિ? ઉત્તર:-લોકમાં દોષ સંભળાય છે, પણ આપણા ગ્રંથ અનુસાર નથી. ઘર-૨૧૬ પ્રશ્ન: છઠ્ઠ કરવાની શક્તિ ન હોય, તો પાંચમનો ઉપવાસ પાંચમે કરાય?
કે સંવચ્છરીની ચોથમાં કરાય? ઉત્તર:-શક્તિના અભાવમાં પર્યુષણાની ચોથે ઉપવાસ કરવાથી સરે છે.
કેમકે-શ્રીહીરવિજય સૂરીશ્વરે પ્રસાદી કરેલ પ્રશ્ન સમુચ્ચય ગ્રંથમાં તે જ પ્રમાણે કહેલ છે. આર-૨૧છા