________________
૬૬
પંડિત નગર્લિંગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: ઘઉં વગેરેના લોટની ચપટી નાંખવાથી ઉકાળેલું દૂધ નિવિયાતું થાય? કે નહિં. ?
ઉત્તર :— ઘઉં વિગેરેનો લોટ નાંખ્યા પછી એક રસ થઇ અન્યવર્ણાદિક પામે, તો તે દૂધ નિવિયાતું થાય છે. ૫૨-૨૪૪ા
પ્રશ્ન: નિવિયાતા દૂધથી બનેલું દહીં નિવિયાનું કહેવાય ? કે નહિ ?
ઉત્તર :— નિવિયાતા દૂધથી બનેલું દહીં નિવિયાતું થાય. ૫૨-૨૪પા
=
પ્રશ્ન: માખણ તાવતી વખતે જ ઘીમાં લોટની ચપટી નાંખી હોય, તો તે ધી નિવિયાતું ગણાય કે નહિ ?
ઉત્તર :— તે ઘી નિવિયાતું થતું નથી. કેમકે— ડાહી થતુતુને
“દૂધ અને દહીં ચોખા વિગેરેમાં ચાર અંગુલ સુધી ઉપર હોય તો નિવિયાતું થાય.” એમ ભાષ્યનું વચન છે. ર-૨૪૬॥
પ્રશ્ન : શ્રાવક દેવપૂજા માટે સ્નાન કરે, તે વખત મસ્તક ધોવું જોઈએ?
કે કાંસકીએ વાળ ઓળી લે તો ચાલે?
ઉત્તર :~ દેવપૂજાને કરવા ઈચ્છતા શ્રાવકે સામગ્રી હોય તો સર્વ અંગે સ્નાન કરવું. અને ન હોય તો કંઠ સુધી સ્નાન કરી કાંસકીએ મસ્તકના વાળ ઓળી લે તો ચાલે છે, ” એમ આચાર પ્રદીપમાં કહ્યું છે. ૫૨-૨૪ા પ્રશ્ન: પદ્માવતી દેવી ધરણેન્દ્રની પત્ની છે? કે અપરિગૃહીતા દેવી છે? ઉત્તર :— પદ્માવતી. ધરણેન્દ્રની અગ્રપટ્ટરાણી છે. પણ અપરિગૃહીતા દેવી નથી. ૫૨-૨૪૮II
પ્રશ્ન: વીર ભગવંત ૨૨મા ભવમાં રાજા થયેલ છે, ૨૩મા ભવમાં ચક્રી
થયા. તો ચક્રવર્તિઓ દેવ નારક થકી આવેલા જીવો થાય? કે બીજેથી આવેલ પણ થાય?
ઉત્તર :— આવશ્યકસૂત્ર અને વીરચરિત્ર વિગેરેના અનુસારે વીરભગવંતનો જીવ સિંહભવથી નારકી થયા, અને ત્યાંથી નીકળીને તિર્યંચ મનુષ્ય વિગેરે