________________
૬૫
ઉત્તર–જેમ મનુષ્યોમાં ઈવાયુ કુલો વિગેરેનું અનિયતપણું હોવાથી સમાન
રૂપપણું છતાં પણ કુળકોટી સંભવે છે, તેમ દેવોમાં પણ છે, તેથી
કાંઇ અસંગતિ નથી. ર-૨૪ત્રા પ્રશ્ન: સામગ્રી વિના કોઈ પોતાની મેળે ચારિત્ર લે અને પાળે તો તેને
કેવું લ થાય? ઉત્તર:-શાસાની મર્યાદા મુજબ સ્વયંબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધ સિવાય બીજાને
પોતાની મેળે દીક્ષા લેવી કલ્પ નહિ, પણ સામગ્રીના અભાવે કોઇ વૈરાગ્યથી સ્વયં દીક્ષા લે, અને પાળે, તો નિર્જરા વિગેરે ફલ સંભવે
છે. ર-૨૪૧ પ્રશ્ન: તિર્યંચોને ગુરુ પાસે આલોયણ લીધા વિના શુદ્ધિ થાય છે, તેમ મનુષ્યોને
કેમ ન થાય? ઉત્તર:–તેવા પ્રકારની સામગ્રીના અભાવે તિર્યંચને શુદ્ધિ થાય છે, પણ મનુષ્યને
તો પ્રાય: સામગ્રીની હયાતી છે, માટે આલોયણ લીધા વિના શુદ્ધિ થતી નથી. માટે જ ગુર આદિ સંયોગ હોવા છતાં, તેવા પરીણામવાળા કોઈક કારણથી આલોયણ ન લઈ શક્યા હોય તો પણ શુદ્ધ થાય છે, અને છતે જોગે જે લેતા નથી, તેની શુદ્ધિ થતી નથી. કેમકે
આલોયણ લેવાના તેને પરિણામ નથી. ર-૨૪રા પ્રશ્ન: વિદિશામાં રહેલ આકાશ પ્રદેશોને દિશામાં રહેલ આકાશ પ્રદેશો ફરશે?
કે નહિ?? જે ફરસતા હોય, તો એક આકાશ પ્રદેશને આઠ પ્રદેશની ફરસના થઇ જાય, અને શારમાં છ પ્રદેશની સ્પર્શના કહેલી છે, તે દોષ આવે અને જે ન ફરસતા હોય તો તે બેની વચ્ચે શું
હોય? તે યુક્તિપૂર્વક સમજાવવા કૃપા કરશો? ઉત્તર દિશાના આકાશ પ્રદેશને વિદિશાના આકાશ પ્રદેશ સાથે સર્વ પ્રકારે
સંબંધ હોતો નથી, દિશાના આકાશ પ્રદેશોએ કરીને જ તેનો છેડો હોય છે. આ અર્થ બે ત્રણ વિગેરે પંક્તિમાં ગોઠવેલી સરખા ખુણાવાળી ચોરસ લાકડીઓ કે ઈંટોએ કરી સુખેથી સમજી શકાય છે. ર-૨૪ષા
સિન પ્રશ્ન-૯]