________________
૭૦
પ્રશ્ન : જૅન્મથીજ નપુંસક તિર્યંચ અને મનુષ્યને સમકિતની પ્રાપ્તિ થાય? કે
નહિ ?
ઉત્તર :— “જન્મથી નપુંસક તિર્યંચ અને મનુષ્ય સમકિત અને દેશવિરતિ પામી શકે છે,” એમ આવશ્યક વિગેરેમાં કહ્યું છે. ૫૨-૨૬૫
પંડિતશ્રી રત્નચન્દ્ર ગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: જેણે પ્રતિષ્ઠિત કરેલું જિનબિંબ આપણાથી વંદાય છે, તો તેમને વંદના કેમ કરાતી નથી?
ઉત્તર:- પાતત્ત્વો ઓલશો ગુસ્સીન સંત્તઓ અહાઇવો।
दुग दुग ति दु णेगविहा, अवंदणिज्जा जिणमयंमि ॥
“બે પ્રકારનો પાસથ્થો, બે પ્રકારે ઓસન્નો, ત્રણ પ્રકારે કુશીલિયો, બે પ્રકારે સંસત્તો અને અનેક પ્રકારનો થથાછો, જિનશાસનમાં અવંદનીક છે.” ઇત્યાદિક આગમ વચન છે. તેથી વંદાતા નથી, અને જિનબિંબો તો, અન્ય દર્શનીઓએ ગ્રહણ કર્યા સિવાયના વંદનીક છે. ૫૨-૨૬૬
પ્રશ્ન: અભિનિવેશ મિથ્યાત્વીએ પ્રતિષ્ઠિત કરેલું જિનબિંબ વંદનીકપણાને પામે છે, તેનું બીજ શું?
-
ઉત્તર :— આપણા પૂર્વાચાર્યોએ તે બિંબની વંદના પૂજા વિગેરે નિષેધ્યું નથી તે જ બીજ છે, વળી શાસ્ત્રમાં નિવોનું અભિનિવેશ મિથ્યાદષ્ટિપણું કહેલું છે. દિગંબરને મૂકીને હમણાંના મતિઓને તો નિહવ એવો વ્યવહાર કરી શકાતો નથી. કેમકે-ગુરુ વિગેરેની આજ્ઞા તેમ જ છે. ૫૨-૨૬૭
પ્રશ્ન: પંદરેય કર્મ ભૂમિમાં સંવત્સર-અયન-માસ અને તિથિઓનાં નામો અહીંના ર જેવાં હોય? કે ભિન્ન હોય ? તેમજ વર્ષા આદિ ઋતુમાં ફેરેફાર હોય કે નહિ ?
ઉત્તર : વર્ષ-અયન વગેરેનાં નામો અહીં છે, તેવાં જ બીજું ક્ષેત્રોમાં પણ હોય છે, અને વર્ષાદિક સ્નુભાવ પણ અહીં જેવો હોય છે, એમ જણાય છે. ॥ ૨-૨૬૮ ॥
પ્રશ્ન: પ્રતિષ્ઠા વિનાના જિનબિંબની પૂજા કરવાથી અથવા પગ વિગેરે કરી આશાતના કરવાથી લાભ અથવા હાનિ થાય? કે નહિ? જો પૂજાથી લાભ થાય તેમ કહો, તો પ્રતિષ્ઠાનું શું પ્રયોજન?