________________
૭૫
થાય છે, ન હોય તો થતો નથી. પૂર્વપદ અને ઉત્તરપદનો વ્યવહાર તો તિવવન્યસ્તત્પુરુષઃ ૩-૧ ઈત્યાદિક સૂત્રોથી સમાસ થયે છતે જ થાય છે. ૫૨-૨૮૪ા
પ્રશ્ન: અગ્નનાભમાન્તાયા સવે વા ૧-૩ આ સૂત્રમાં ઈતરેતર દ્વન્દ્વ સમાસ કરવામાં આવે તો સ્ત્રીલિંગનું દ્વિવચન થવું જોઈએ, અને સમાહાર ન્દ્રમાં તો નપુંસક લિંગ થાય અને એક વચન થાય, માટે બન્નેય પ્રકારના સમાસમાં તે સૂત્ર કેવી રીતે સંગત થાય?
ઉત્તર :— પંચમ અવયવના યોગથી સમુદાય પણ ઉપચારથી પંચમ ગણાય, અને આ પ્રકારે અન્નસ્થ અવયવના યોગથી સમુદાય પણ અન્તસ્ત્ર કહેવાય, તે બન્નેય શબ્દનો કર્મધારય સમાસ કરવાથી બધું સંગત થાય છે, અથવા સૂત્રપણું હોવાથીજ ઈતરેતર દ્વન્દ્વ સમાસ કરીએ તો પણ એકવચન થઈ શકે છે. ૫૨-૨૮૫॥
પ્રશ્ન: મોટા મચ્છની ભમરમાં ઉપજેલ નંદુલીયા મચ્છનું ગર્ભમાં રહેવું અંતર્મુહૂર્ત હોય છે, અને તેનું આઉખું પણ અંતર્મુહૂર્તનું હોય છે, તો તે કેવી રીતે મળતું આવે?
ઉત્તર :— તંદુલીયા મચ્છનું ગર્ભમાં રહેવું તથા આઉખું આ બન્નેનો એકજ કાલ થાય છે. પરંતુ ગર્ભનું અંતર્મુહૂર્ત નાનું હોવાથી કાંઈ પણ વિરોધ નથી. કેમકે નવસમયથી માંડીને બે ઘડીના કાલ સુધી અંતર્મુહૂર્ત ગણાય છે. તેના અસંખ્યાતા ભેદ છે. માટે ગર્ભનું અંતર્મુહૂર્ત નાનું લેવું. ૨-૨૮૬॥ પ્રશ્ન : જુવાર વિગેરેના એકદાણાના આરંભમાં અને ભક્ષણમાં એક જ જીવની હિંસા થાય? કે પર્યામા એક જીવની નિશ્રાએ રહેલ અસંખ્યાતા અપર્યામાની પણ હિંસા થાય? તથા તેઓનો આશ્રય ભાંગી જાય તે રૂપ ઉપદ્રવ થાય? કે તેઓની પણ હિંસા થાય? તે હેતુ પૂર્વક સમજાવવા કૃપા કરશો.
ઉત્તર :— જુવાર વિગેરે ઘણાના આરંભમાં અને ભક્ષણમાં જેમ પર્યામાની હિંસા થાય છે, તેમ તેની નિશ્રાએ રહેલ અપમાની પણ હિંસા સંભવે છે. પણ આશ્રયભંગ જન્મ કેવલ ઉપદ્રવ સંભવતો નથી, પરંતુ તેનો નિયમ તો કેવલિગમ્ય છે. ૫૨-૨૮૭ા