________________
૫૮
પ્રશ્ન: દેવોને અવધિ વિગેરે જ્ઞાન હોવાથી પૂર્વ ભવમાં ભણેલ અથવા નહિ ભણેલ ચૌદ પૂર્વ વિગેરે શ્રુત સંભવે ? કે નહિ?
ઉત્તર :— દેવોને અવધિજ્ઞાન આદિ હોવાથી પ્રાયે કરી અગીયાર અંગનું જ્ઞાન સાંભરે છે. બાકીનું સ્મરણ હોતું નથી. કેમકે-મહામાષ્યમાં તથા ટીકામાં કહ્યું છે કે
चोहसपुव्वी मणुओ, देवत्ते तं न संभरइ सर्व्व ।
देसंमि होइ भयणा, सट्ठाणभवे उ भयणा उ ॥ १ ॥
“અહીં કોઇક ચૌદપૂર્વી સાધુ કાળધર્મ પામીને દેવલોક ગયા, ત્યાં તેને પૂર્વ ભવમાં ભણેલ શ્રુત બધું સાંભરતું નથી, પણ એકદેશ-એટલે કે અગીયાર અંગનું જ્ઞાન સાંભરે છે.” એમ પપૂર્ણિનું કહેવું છે. કોટ્યાચાર્યનું વ્યાખ્યાન તો દેશ-સૂત્રનો અર્થ અથવા દેશ-માત્ર સૂત્ર વિગેરે સંભારે છે.” એ પ્રમાણે છે. આ વ્યાખ્યાન પૂર્વગત સૂત્રની અપેક્ષાએ સંભવે છે નહિંતર તો ગૃહપસૂત્રની સાથે વિરોધ થઈ જાય. ૧૧ અંગોમાં પણ ભજના છે, એટલે સાંભરે પણ ખરા, અને ન પણ સાંભરે, ચાલુ ભવમાં પણ ભજના છે, કેમકે-કોઇકને મિથ્યાત્વ વિગેરેની પ્રાપ્તિ થઈ જાય તો શ્રુતજ્ઞાન તે જ ભવમાં પડી જાય છે, અને કોઇકને તેવું કારણ ન હોય તો પડતા નથી. આ પ્રકારે વિશેષાવશ્યકની મલધારી શ્રી હેમચંદ્રસૂરિની કરેલી ટીકામાં છે.૨-૨૦૭ા
9
પ્રશ્ન : સિદ્ધશિલા ઉપરનું યોજન, પ્રમાણાંગુલના માપથી ? કે કોઈ બીજાથી ગણાય?
ઉત્તર:— તે યોજન ઉત્સેધ અંગુલથી મપાય છે, પણ પ્રમાણ અંગુલથી નહિં, એમ જાણવું ૨-૨૦૮॥
પ્રશ્ન : દેવલોકના પુસ્તકમાં કેવી લિપિ છે? અને તે પુસ્તકનું શું નામ છે?
ઉત્તર :— તે પુસ્તકોની લિપિ ત્યાંના વ્યવહારને આશ્રયીને સંભવે છે, અને તેનું નામ કોઈ ઠેકાણે પણ દેખ્યું નથી. ર-૨૦ા
પ્રશ્ન: કોઈ નવા સાધુની દીક્ષા શ્રીહીરવિજ્ય સૂરીશ્વરજી પાસે થઈ, અને અચિત્તરજ ઉડ્ડાવણીનો કાઉસ્સગ્ગ કરાવવો ભૂલી ગયા, તો ફેર દીક્ષા આપીને આવશ્યક વિગેરેના ોગ કરાવવા અને વડી દીક્ષા આપવી કલ્પે ? કે નહિ ?
નહિ ?