________________
૫૧
હેમચંદ્રસૂરિકૃત આદીશ્વર ચરિત્રમાં પણ ઉપર પ્રમાણે લખેલ છે.
તેમજ શ્રાવક પ્રતિક્રમણસૂત્ર ટીકામાં સંચાલૢ એ ગાથાના વ્યાખ્યાનમાં પણ કહ્યું છે કે-“લૌકિક તથા લોકોત્તર દેવગુરુ વિષયક ચાર પ્રકારના મિથ્યાત્વના અધિકારમાં-લોકોત્તર દેવગત મિથ્યાત્વ તો અન્યદર્શનીએ ગ્રહણ કરેલ જિનપ્રતિમાનું પૂજન વિગેરે કરવું, અને સપ્રભાવી શાંતિનાથ-પાર્શ્વનાથ વિગેરેની પડિમાની આ લોકને અર્થે યાત્રા વિગેરે માનતા કરવી, તે છે. અને લોકોત્તર ગુરુ વિષયક મિથ્યાત્વ તો-લોકોત્તર વેષમાં પાસસ્થા વિગેરે રહ્યા હોય, તેમને ગુરુબુદ્ધિએ વંદન વિગેરે કરવું, અને ગુરુદેરી વિગેરેની આ લોકના અર્થ માટે યાત્રા માનવી વિગેરે કરવું, તે લોકોત્તર ગુરુવિષયક મિથ્યાત્વ છે.”
આ પ્રકારે બીજા ગ્રંથોમાં પણ શૂભ કરાવવાના પાઠ છે.
તેમજ મથુરાનગરીમાં શ્રી જંબૂસ્વામી-પ્રભવસ્વામી વિગેરે આચાર્યોના ૫૨૭ શૂભો છે. તથા સોમસુંદરસૂરિ, સુમતિસાધુસૂરિ વિગેરેના ભૂભો હાલકાળના ઘણા મુનિવરોએ દેખેલા છે. માટે આ વિષયમાં કાંઈ પણ શંકા કરવી નહિ.૨-૧૯૭૯ ॥
પ્રશ્નઃ ગુરુપગલા પાસે પ્રતિક્રમણ વિગેરે ક્રિયા કરવી સુઝે ? કે નહિ ?
ઉત્તર :— ફકત દેવવંદન ક્રિયા વિના બીજી પડિક્કમણ વિગેરે ક્રિયા કરવી કલ્પે છે, પાદુકા પુષ્પ વિગેરેથી પૂજાય છે, માટે પ્રતિક્રમણ વિગેરે કરવું કેમ સૂઝે? એમ શંકા લાવવી નહિ. કેમકે પુષ્પાદિથી પૂજેલી જિનપ્રતિમા સમક્ષ પણ કરાતી પડિક્કમણ વિગેરે ક્રિયાઓ કરવી સૂઝે .112-92011
પ્રશ્ન:- શંખશ્રાવકના ઘરે પુષ્કલી શ્રાવકે પોસહશાલામાં જઈ ઇરિયાવહીયા પડિક્કમી, તે શા માટે પડિક્કમી?
-
ઉત્તર :— તે કરેલી ઇરિયાવહિયાનો હેતુ ભગવતીસૂત્રમાં કહ્યો નથી, માટે તેનો નિર્ણય કેવી રીતે કરી શકાય? વળી આ રિતાનુવાદ છે, પણ વિધિવાદ નથી, તેથી આ વિધિ બધાએ આચરવો નહિ.૨-૧૮૧ I
પ્રશ્ન : દેવલોકથી અહીં આવતા દેવોનો નીકળવાનો જે માર્ગ નક્કી બતાવ્યો