________________
પ૩
આ છૂટક પાનાની ગાથા છે. તે અનુસાર સ્થાવર જીવોની ઉત્પત્તિ સંભવે છે, પણ રાત્રિના સંબંધથી ત્રસ જીવોની ઉત્પત્તિ ન હોય એમ
સંભવે છે.ર-૧૮૪ પ્રશ્ન; અપકૃત વસ્તુની અંદર મોણ વગરના રોટલી,ખાખરા અને ફલ વિગેરે
ગણાય? કે નહિ? ઉત્તર:- ઘણા ગ્રંથોમાં અલેપ શબ્દ કરી વાલ, ચણા વિગેરે બતાવ્યા છે,
અને બૃહત્કલ્પ ભાષ્યટીકામાં તો “મોણ વિનાની રોટલી, ખાખરા, સાથવો
વિગેરે અલેપમાં કલ્પ” એમ બતાવ્યું છે. ર-૧૮૫II પ્રશ્ન: શ્રદ્ધાવાળાઓને આગમ ભણવાનો નિષેધ કયા કયા આગમમાં તથા
પ્રકરણોમાં કહ્યો છે? ઉત્તર:-સમવાયાંગ સૂત્રમાં સાધુઓને આગમ ભણવાનો અધિકાર છે. કેમકે તેમાં
આચારાંગ સૂત્ર વિગેરેનો ઉદ્દેશકાલ વિગેરે કહ્યું છે, તે સાધુઓને જ ઘટે છે. તેમજतिवरिस परियाअस्स उ, आयारपकप्पनाममज्झयणं। चउवरिसस्स य सम्मं, सूअगडं नाम अंगंति॥ “ત્રણ વર્ષના પર્યાયવાળાને નિશીથ અધ્યયન, ચાર વર્ષ પર્યાયવાળાને સમવાયાંગ-સૂયગડાંગ ભાણાવાય છે.” ઇસાદિક સાત ગાથા પંચવજીમાં કહી છે, અને આમાં પણ આચારાંગની યોગ્યતાને આશ્રયીને સાધુઓને જ દીક્ષાપર્યાયના વર્ષો ચોક્કસપણે કહ્યા છે. આ અર્થ વ્યવહાર ગ્રંથમાં પણ છે. આ પ્રમાણે સૂયગડાંગ સૂત્રમાં જે સવાપાતંતા એ અક્ષરો છે. માટે સાધુઓજ આગમ ભણવાના અધિકારી છે, પણ શ્રાવકો
નથી. ર-૧૮૬ II પ્રઃ શ્રાવકોને તિવિહાર દુવિહાર પચ્ચકખાણમાં પાણી અને સ્વાદિમ ભક્ય
છે? કે નહિ? ઉત્તર:-શ્રાવકોને તિવિહાર દુવિહારમાં પાણી અને સોપારી વિગેરે ભક્ય છે.
પરંતુ આટલો તફાવત છે કે-જેણે સવારનું તિવિહાર પોરસી વિગેરે પચ્ચકખાણ કર્યું હોય, તેને એકાસણા વિગેરેના વખતે બેઠો હોય ત્યાં સુધી સ્વાદિમ કલ્પ, પણ ઉઠી ગયા પછી ન કલ્પ. અચિત પાણી તો બધામાં કલ્પ છે, અને દુવિહારમાં તો બન્નેય ભઠ્યપણે સંભવે છે. સાંજે તિવિહાર