________________
પર
છે, તે માર્ગથી આવે? કે બીજા માર્ગથી? ઉત્તર:– જોકે દેવો અચિંત્ય શક્તિવાળા હોવાથી બધા રસ્તાઓથી અહીં આવી
શકે છે, તો પણ સિદ્ધાન્તમાં “પ્રાય કરીને નિર્માણમાર્ગથી દેવોનું આવવું થાય છે” તેમ કહેલ છે.ર-૧૮૨
વૃદ્ધપડિત કમલવિજયગણિત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: મનુષ્યલોકની બહાર રહેલા સિંહ વિગેરે માંસાહારી હોય? કે-યુગલિકક્ષેત્રના
સિંહ વિગેરેની માફક પૃથ્વીલ વિગેરે ખાનારા હોય? ઉત્તર:–મનુષ્યલોક બહારના સિંહ વિગેરે સમુદ્રાદિકના માછલાંઓની પેઠે પ્રાય:
કરી માંસભોજી હોય, એમ સંભવે છે, પણ ભોગભૂમિના સિંહ વિગેરેની પેઠે પૃથ્વી-વનસ્પતિ ભોજી હોતા નથી. કેમકે જેમ ભોગભૂમિના વાઘ વિગેરેને અલ્પકષાય હોય છે, અને પૃથ્વી વનસ્પતિકાય વિગેરેનો વિશિષ્ટ રસ પરિણામ હોય છે, તેમ બીજા ક્ષેત્રોનો નથી એ આવી સંભાવનાનું કારણ છે. આ વિષયના વિશેષ અસરો જોયાનું સ્મરણમાં નથી.ર-૧૮૩
વૃદ્ધ પણ્ડિત કનકવિજય ગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: અચિત્ત ભોજન વિગેરે ચારમાં રાત્રિએ ત્રસ તથા સ્થાવરજીવો ઉપજે
છે? કે નહીં? ઉત્તર: તોગા નીવા, તહાં સંપામા જા निसिभत्ते वहो दिलो, सव्वदंसीहिं सव्वहा॥
“તે યોનિ વાળા જીવોનો તથા ઉડીને પડતા જીવોનો રાત્રિભોજનમાં વધ સર્વજ્ઞોએ સર્વ પ્રકારે જોયો છે... આ શ્રાદ્ધદિન કૃત્યના વચનથી, અને अक्खइ तिहुअणनाहो, दोसो संसत्ति होइ राईए। भत्ते तग्गंधरसा, रसेसु रसिआ जिआ हुंति॥ ત્રિભુવનનાથ રાત્રિમાં સંસક્તિ દોષ કહે છે. ભોજનમાં તેવા રસગંધવાળા જીવો અને રસોમાં રસપરિણામી જીવો હોય છે.”