________________
૫
પ્રશ્ન: કલ્પસૂત્ર સામાચારીમાં ૫૧મા સૂત્રમાં નિવસત્તિ વા વિસિત્ત
યા આ બે પદો અધિક જેવા દેખાય છે? કે નહિ? ઉત્તર-બત્તપાછડિસાવિત્ત આ વાક્ય છે, તેથી “કોઈ સાધુએ સામાન્યથી
આણશાણ કર્યું હોય, અને કોઈએ પાદપોપગમ આણશણ ક્યું હોય, તેવા સાધુ મનથી ભિક્ષાની પ્રવૃત્તિ ઈચ્છે,” આવો અર્થ સંગત છે, તેથી તે અનુસાર કોઈ સામાન્યથી કરેલ આણશણી સાધુને તે વિશેષણો સંભવ પ્રમાણે ઘટે છે, પણ પાદપોપગમવાળાને ઘટતા નથી. માટે તે બે
પદો નકામા નથી.iાર-૧૫૮. મ: વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદેશામાં- ગામ-નગર વિગેરેમાં ચોમાસામાં અથવા
છુટાકાળે અગીતાર્થ સાધુઓ ઘણા હોય, તો પણ તેઓથી ગીતાર્થ સાધુ સિવાય રહી શકાય નહિ, એમ છતાં ગીતાર્થ વિના રહે, તો પ્રાયશ્ચિત્ત, આજ્ઞાભંગ વિગેરે દોષો કહેલા છે. આ વિધિ હમણાંનો છે? કે પ્રાચીન
છે? ઉત્તર:- સર્વકાળમાં આ વિધિ છે, એમ ચોક્કસ છે. હમણાં તો નિશીથ
સૂત્રજ્ઞાની ગીતાર્થ વિના પણ વિહાર કરાય છે, તે દ્રવ્ય, ક્ષેત્ર વિગેરેનો પ્રભાવ છે. ર-૧૫૯. : જિનપ્રતિમાને વસ્ત્રોની આંગી કરવી, તે શાસ્ત્રોમાં જોવામાં આવે છે,
તો આપણા ગચ્છમાં કેમ કરાતી નથી? કેટલાકો કરે છે, તેનો આપણે
નિષેધ કરવો? કે માન્ય રાખવું? ઉત્તર:-જિનપ્રતિમાની વસ્ત્રોની આંગી ગ્રંથોમાં દેખાય છે, પરંતુ શ્રેષ્ઠમુકુટ
વિગેરે પેઠે પ્રધાનવસ્ત્રોએ કરી અંગરચના વિગેરે ઉચિત રીતે કરાય, તો વ્યાજબી છે, પણ મસ્તક ઉપર વસ્ત્ર મૂકવું, વિગેરે વ્યાજબી લાગતું
નથી.iાર-૧૬ત્રા પ્રશ્ન: સાધુઓએ અને પોસાતીઓએ પાત્રની પેઠે માતરીયું દિવસમાં બે વખત
પડિલેહવું કે વાપરવાના અવસરે પુંજીને વાપરવું? ઉત્તર:-સાધુઓએ અને પોસાતીઓએ મુખ્ય વિધિએ માતરીયું બે વખત પડિલેહી
રાખવું જોઈએ, અને વાપરવા વખતે ફેર પુંજીને વાપરવું.ર-૧૬૧ પ્રશ્ન કાળ વખતે પ્રકરણગ્રંથો અને નિર્યુકિતની ગાથાઓ સાધુઓ ગણી V શકે કે નહિ? તેમજ શ્રાવકોથી પણ સંગ્રહણી વિગેરેની ગાથાઓ