________________
૪૩
આ ગાથામાં પૃથ્વી વિગેરે ચારની કુલકોટી ૩૨ લાખ અને વનસ્પતિકાયની ૨૫ લાખ જણાવી છે; સંગ્રહણીસૂત્રમાં વિષ્ણુ પંરતુ વાર-સ-તિ-સત્ત-ગઇવીસા યા “પાંચે એકેન્દ્રિયમાં અનુક્રમે ૧૨-૭-૩-૭-૨૮ લાખ કુલકોટી છે.” આમાં પૃથ્વી વિગેરે ચારની ૨૯ લાખ બતાવી છે, તો આચારાંગની ટીકામાં પૃથ્વી વિગેરેની જુદી
જુદી કુલકોટી કેટલી કહી છે? તે સારી રીતે સમજાવવા કૃપા કરશો. ઉત્તર:– આચારાંગટીકામાં પૃથ્વી વિગેરે ચારની કુળકોટી કહી છે, તેમાં જુદા
વિભાગો કરેલા બતાવેલા નથી.iાર-૧૫રા પ્રશ્ન: સંવપરસ્ટ વાયરગત્ત વાયુવે- “અસંખ્યાતા પ્રતરતુલ્ય બાદર
પર્યાપ્તા વાયુકાય જીવો છે,” એમ મહાદંડકમાં કહ્યું છે, અને આચારાંગની નિર્યુક્તિમાં તો जे बायरपज्जत्ता, पयरस्स असंखभागमेत्ता उ. सेसा तिन्निवि रासी, वीसुं लोगा असंखेजा ॥१॥ “જે બાદર પર્યાપ્ત છે, તે પ્રતરના અસંખ્યાતમા ભાગ જેટલા છે, બાકીની ત્રણે રાશિઓ દરેક દરેક અસંખ્યાત લોક પ્રમાણ જેટલી છે.” આમ કહ્યું છે, તો પહેલામાં “અસંખ્યાત પ્રતર સમાન” અને બીજામાં
“પ્રતરનો અસંખ્યાતમો ભાગ” બતાવ્યો, તો આમાં ખરું શું? ઉત્તર:- આ બાબતમાં મહાદંડક સ્તવમાં બતાવ્યું છે, તે પન્નવાગાસૂત્ર વિગેરેમાં
છે. તેથી આચારાંગનિર્યુક્તિ સાથે મતભેદ સંભવે છે.ર-૧૫૩ પ્રશ્ન: નરક પૃથ્વીઓમાં અને દેવલોકોમાં આઠ દિશામાં, અથવા ચાર દિશામાં,
પંક્તિમાં રહેલા નરકાવાસો અને વિમાનોનો વિચાર છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, તાપ, પ્રજ્ઞાપક અને ભાવ, એ સાત દિશા આવશ્યક વિગેરેમાં કહી છે, તેમાંની કઈ દિશા ગણાય? અને દેવલોક વિગેરેમાં આ સાત દિશાની મધ્યવર્તિ દિશા કોઇ અન્ય હોય? કે નહિ?
તે હેતુપૂર્વક જણાવવા કૃપા કરશો. * ઉત્તર:-પંક્તિમાં રહેલા નરકાવાસ અને વિમાનોના અધિકારમાં નામાદિ સાત
દિશાઓમાંથી ત્યાં ક્ષેત્રદિફ છે, એમ જણાય છે.ર-૧૫૪ પ્રશ્ન: દીવાળી કલ્પમાં અને દુ:૧માકાળસંઘ સ્તોત્રમાં શ્રાવકોની સંખ્યાથી
સાધુઓની સંખ્યા અતિ ઘણી બતાવી છે, તેમાં શું તાત્પર્ય છે?