________________
ઉત્તર:-આચારાંગ ટીકામાં-૩ = કહીને આલાવો લખ્યો છે, પણ “ભગવતીમાં
કહ્યું છે.” એમ કહીને લખ્યો નથી. તેથી અન્ય ગ્રંથનો તે આલાવો હોય તેમ સંભવે છે. અથવા આચારાંગ ટીકાકારના વખતમાં ભગવતીજીની
પ્રતોમાં આવો પાઠ તેમણે જોયો હોય, તેમ સંભવે છે.ર-૧૪૮ શ્ન: આવશ્યક અન્તભૂત જે ચોવીસત્ય એટલે કે લોગસ્સ છે; તેની
રચના ગણધર મહારાજ પછીના કાલમાં થયેલ ભદ્રબાહ સ્વામીએ કરી, એમ આચારાંગની ટીકામાં બીજા અધ્યયનની શરૂઆતમાં કહ્યું છે, તો શું આ લોગસ્સ જ ભદ્રબાહુ સ્વામીજીએ બનાવ્યો કે તમામ આવશયકસૂત્રો તેમણે બનાવ્યા? અથવા ગણધર મહારાજે પ્રથમ બનાવ્યા?
આ બાબતમાં શું તત્ત્વ છે? ઉત્તર:-“અંગપ્રવિટ આચારાંગ વિગેરે અંગો ગણધરદેવે બનાવ્યા, અને
અનંગપ્રવિષ્ટ આવશ્યક વિગેરે સૂત્રો અંગના એક દેશને નિમિત્ત કરીને
સ્થવિર ભગવંતોએ બનાવ્યા,” એમ વિચારામતસંગ્રહ તથા આવશ્યકટીકા વિગેરેને અનુસારે જણાય છે. તેથી ભદ્રબાહસ્વામીજીએ લોગસ્સની તથા બીજા આવશ્યકોની રચના નિર્યુક્તિ રૂપે કરી છે, આવો ભાવાર્થ
આચારાંગટીકામાં તે જ અધિકારમાં છે, તે જાણી લેવું.ાર-૧૪લા પ્રશ્ન: જિનપ્રતિમાની ભ્રકુટીએ કાલો રંગ કરવામાં આવે છે, તેમ હોઠે લાલ
રંગ કરાય? કે નહિ? ઉત્તર:– શાશ્વત પ્રતિમાનું અવલંબન કરીને ભ્રકુટીએ કાળો વર્ણ કરાય, તેમ
હોઠે રાતો વર્ણ કરવામાં વિરોધ નથી. ર-૧૫વા પ્રશ્ન: જિનપ્રતિમાની આંગીમાં લાહિ વપરાય છે, તે યુક્ત છે? કે નહિ? ઉત્તર:- જો કે લાહિના સંસ્કારમાં કાંઈક અપવિત્રપણું સંભળાય છે, તોપણ
ગ્રંથોમાં તેના નિષેધના અક્ષરો જોવામાં આવ્યા નથી. તેથી આ કાળે ઠેકઠેકાણે તેવી પ્રવૃત્તિ જોવામાં આવતી હોવાથી; અને ઘણાઓને પૂજામાં
અંતરાયનો પ્રસંગ આવે, તેથી સર્વથા નિષેધ કરવો શક્ય નથી. ર-૧૫ના પ્રશ્ન: આચારાંગ પ્રથમ અધ્યયનના છઠ્ઠા ઉદેશામાં
कुलकोडि सय-सहस्सा, बत्तिस सग अट्ठ नव य पणवीसा। एगिदिबितेइंदियचउरिदिअहरिअकायाणं॥१॥ “એકેન્દ્રિયોની ૩૨લાખ, બેઈદ્રિયની ૭ લાખ, ઇન્દ્રિયની ૮ લાખ, ચઉરિદ્રિયની ૯ લાખ અને વનસ્પતિની ૨૫ લાખ કુલકોટી કહી છે.”