________________
તે સત્ય છે? કે અસત્ય? ઉત્તરસંડાર ૩ બવે આ ગાથા ગણધરોને આશ્રયીને આવશ્યક સૂત્રમાં
કહી છે. આ અનુસારે બીજા પણ સંપૂર્ણ ચૌદપૂવઓ અસંખ્યાત ભવ જાણે, એમ કહી શકાય છે. કેમકે-શ્રુતજ્ઞાનનું તુલ્યપણું છે, અને તેથી
તેવો પ્રઘોષ પણ સત્ય છે, એમ સંભવે છે.ર-૧૪રા પ્રશ્ન: અઢાર પ્રકારની ભાવદિશામાં બીજરૂડ અને સંપૂર્ણિમ વનસ્પતિ આ
બે ભેદો વનસ્પતિના કયા ભેદમાં સમાય? ઉત્તર; –આચારાંગનિર્યુક્તિ વિગેરેમાં અઢાર પ્રકારની ભાવદિશા બતાવી છે,
તેમાં મુખ્યપણે એ અરબીજ વિગેરે ચાર વનસ્પતિભેદ કહ્યા છે, તે અન્યનું સૂચક હોવાથી દશવૈકાલિક વિગેરેમાં બતાવેલ બીજરૂહ અને સંમછિંમવનસ્પતિ એ બે ભેદોનો તેમાં સમાવેશ થઈ ગયેલો જાણવો. હવે અરબીજ વિગેરેમાંથી શેમાં સમાય છે? આ બાબતનું સ્પષ્ટીકરણ
શાસ્ત્રમાં કરેલું દેખાતું નથી. ર-૧૪૩ પ્રશ્ન: સૌધર્મ-ઇશાન-દેવી આઠમા દેવલોકે ગઈ હોય તો, અને પહેલા દેવલોનો
દેવ ૧૨મા દેવલોકે ગયો હોય તો, અને ભવનપતિ દેવ પહેલા દેવલોકે ગયો હોય તો, અને પહેલા દેવલોકનો દેવ ત્રીજી નારક પૃથ્વીમાં ગયો
હોય તો, અવધિજ્ઞાને કરી ચારે બાજુનું કેટલું ક્ષેત્ર દેખે? ઉત્તર:–દેવ વિગેરેનું અવધિજ્ઞાન આનુગામિક છે, તેથી જે જ્યાં ઉત્પન્ન
થયો હોય, ત્યાં જેટલું દેખતો હોય, તેટલું બીજે ગયો હોય ત્યાં પણ
દેખે છે, એમ જણાય છે. ર-૧જા પ્રશ્ન: આઠ મહાસિદ્ધિ પૈકી મહત્વસિદ્ધિ એટલે મેરુ કરતાં પણ મહાન
શરીર બનાવવાની શક્તિ તથા પ્રાપ્તિસિદ્ધિ એટલે ભૂમિ ઉપર રહ્યા છતાં આંગળીના ટેરવે મેરુ પર્વતના અગ્ર ભાગ વિગેરેને સ્પર્શવાની શક્તિ” એમ યોગશાસ્ત્ર ટીકામાં વિષ્ણુ મતાન આ શ્લોકના વ્યાખ્યાનમાં કહ્યું છે. પરંતુ વૈકિય શરીર ઉત્કૃષ્ટથી ઉત્સધાંગુલ પ્રમાણથી એક લાખ યોજનાનું બતાવ્યું છે. તેથી મેરુ કરતાં મોટા શરીરનું બનાવવું તથા આંગળીના અગ્રભાગે કરી મેરુ પર્વતની ટોચને ફરસવાનું શી રીતે ઘટી શકે?