________________
૩૮
।।ઞથ દ્વિતીયોટ્ટાન્ન:।
मङ्गलम्
श्रीनाभेयं जिनं नत्वा, सत्त्वाऽभीष्टार्थ-साधकम्। विधीयते मयाऽऽमोदादुल्लासः प्रथमेतरः ॥ १ ॥
પ્રાણીઓના મનોરથો પૂરનારા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીને નમસ્કાર કરી, સેનપ્રશ્નનો બીજો ઉલ્લાસ આનંદ પૂર્વક રચું છું. પંડિત શ્રી આનન્દ વિજયગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન : “જિનપ્રતિમા એક આંગળથી ૧૧ આંગળ સુધીની ઘર દેરાસરમાં પૂજી
શકાય છે,” તેવો પાઠ મારી પાસે છે, આ બાબતના જે વિશેષ પાઠ હોય, તે જણાવવા કૃપા કરશો. કેમકે નવીન પ્રતિમા ભરાવવાવાળા શ્રદ્ધાળુ શ્રાવકો પૂછે છે, કે-“ઘર દેરાસરમાં કેટલા આંગળની પ્રતિમા પૂજી શકાય ?”
=
ઉત્તર :— ઘરદેરાસરમાં એક આંગળથી લઈ ૧૧ આંગળ સુધીની પ્રતિમા પૂજી શકાય છે, અને તેથી વધારે આંગળવાળી પ્રતિમા તો નગર દેરાસરમાં પૂજાય છે. આમાં વિશેષ એ છે કે-“ઘર દેરાસરમાં અને નગર દેરાસરમાં એકી આંગળવાળી પ્રતિમા પૂજી શકાય, પણ બેકી આંગળવાળી નહિ.”એમ ઠક્કુર ફેરએ બનાવેલ વાસ્તુસાર ગ્રંથ વિગેરેમાં બતાવેલ છે. II૨-૧૩૭ગા
પ્રશ્ન: સોપારીના કકડા અથવા સોપારીનો ભુકો સાધુઓને કસેલક વિગેરેની માફક લઇ શકાય ? કે નહિ ?
ઉત્તર :— કેવળ સોપારીના કકડા તથા ભુકો વહોરવા લ્યે નહિ, એવી ગચ્છપ્રવૃત્તિ છે.૨-૧૩૮॥
પ્રશ્ન: આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીનવ્યવહાર આ પાંચ પ્રકારના વ્યવહારમાં હાલ કેટલા વ્યવહારો વર્તે છે?
ઉત્તર :— આગમ વ્યવહાર હમણાં નથી જ, શ્રુતવ્યવહાર પણ હાલ સંપૂર્ણ નથી, પણ કેટલોક પ્રવર્તે છે, માટે હાલ શ્રુત વિગેરે ચાર વ્યવહારો છે, એમ તો કહી શકાય છે જ. તેમાં પણ પ્રાયશ્ચિત્તો ઘણું કરીને જીત વ્યવહારથી અપાય છે.।૨-૧૩૯॥