________________
૩૭.
શ્ન: જિનેશ્વરોના ખભે સંયમ લેતી વખતે ઇંદ્ર દેવદૂષ્ય વસ્ત્ર મૂકે છે, તે
કેટલો વખતે રહે? તે જણાવવા કૃપા કરશોજી. ઉત્તર:–દેવેને ખભે મૂકેલ દેવદૂષ્ય વસ્ત્ર કેટલો કાળ રહે એ વિષે સતિશત
સ્થાનકને અનુસાર વીર ભગવંતને કાંઇક અધિક વર્ષ સુધી અને બીજા જિનેશ્વરોને જાવજીવસુધી રહે, તેમ જાણું છે. જંબૂદ્વીપ પન્નત્તિને અનુસાર તો “૪ષભદેવ સ્વામીને વીરભગવંત પેઠે રહ્યું” એમ બતાવ્યું
છે. ૧-૧૩૪ પ્રશ્ન: કેટલાકો સીતાને રાવણની પુત્રી કહે છે, અને મૂળ નક્ષત્રમાં જન્મી
કહે છે, તે સત્ય છે? ઉત્તર:-વસુદેવહિંડીમાં સીતાને રાવણની પુત્રી કહી છે પણ મૂળ નક્ષત્રમાં
જન્મી છે એમ સ્પષ્ટપણે લખેલ જાણવામાં નથી. ૧-૧૩૫ પ્રશ્ન: વ્યવહાર રાશિવાળા જીવો કયા કહેવાય? નિગોદમાંથી બહાર નીકળેલ
હોય, તે માનવા? કે સુક્ષ્મનિગોદમાંથી નીકળેલા હોય તે માનવા?
કે પાંચે સૂક્ષ્મમાંથી બહાર નીકળ્યા હોય તે માનવા? ઉત્તર:-પન્નવણાની ટકામા “નિગોદ થકી નીકળેલા હોય, તે વહેવારીયા”
આવું સામાન્ય વચન છે. સામાન્ય વચન કરતાં વિશેષ વચન સબલ હોય છે, પણ પાંચે સૂકમ માત્રનું “નિગોદ” એવું નામ નથી, પણ વનસ્પતિમાં નિગોદ એવું નામ છે, અને પ્રઘોષ પણ તેમ ચાલ્યો આવે છે. સૂત્રમાં પણ તેમજ દેખાય છે. માટે સૂમ નિગોદમાંથી જે જીવો બહાર નીકળે, તે જ વહેવારીયા કહેવાય છે એમ સાંભળેલ છે. પરંપરાએ પણ બહુશ્રુત પુરુષો આ પ્રમાણે જ માનતા આવ્યા છે, કેમકે યોગશાસ્ત્ર ટીકામાં પણ આ પ્રમાણે જ કહ્યું છે-કે “તમામ જીવો બે પ્રકારે છે, એક વ્યવહારી અને બીજા અવ્યવહારી. તેમાં સૂક્ષ્મનિગોદોજ અવ્યવહારી છે, અને બીજા વ્યવહારી છે.” ૧-૧૩૬ ॥इति सकलसूरि पुरन्दर परमगुरु गच्छाधिराजभट्टारक श्री विजयसेनसूरि प्रसादीकृत प्रश्नोत्तर संग्रहे भट्टारक श्री विजयहीरसूरिशिष्य पण्डित
शुभविजयगणिविरचिते प्रथमोल्लास: सम्पूर्णः છે. પ્રમોટ્ટાણે મૂર્વ-ભાષા-પર-સારસંહ સમાપ: II