________________
૩૫
પ્રશ્ન: માંસ વિગેરેમાં અને છાશના સંયોગે કઠોળમાં જીવો ઉપજવાનું કહ્યું. તે જીવો બેઇંદ્રીય ઉપજે કે અન્ય ઉપજે ?
ઉત્તર :— “માંસ વિગેરેમાં તે યોનિ રૂપ નિગોદ જીવો ઉપજે” એમ યોગશાસ્ર ટીકા વિગેરેમાં કહ્યું છે, અને નિગોદજીવો એકેન્દ્રિય સંભવે છે. ઉપદેશમાલા ટીકા વિગેરેમાં “સંમૂર્ણિમપંચેન્દ્રિય જીવો પણ ઉપજે” એમ કહ્યું છે. તથા “વિદલમાં છાશ વિગેરેના યોગે ત્રસ જીવો ઉપજે,' એમ શ્રાદ્ધ પ્રતિક્રમણની ટીકામાં કહ્યું છે. તેથી તે જીવો બેઇન્દ્રિય સંભવે છે. કેમકે-આમાં દહિં પણ લીધું છે. ૧-૧૨૩
પ્રશ્ન: અઢીદ્વીપની બહાર કોઇક ઠેકાણે રાત્રિજ હોય, અને કોઇ ઠેકાણે દિવસ જ હોય, ત્યાં કાલપચ્ચક્ખાણ તથા રાત્રિભોજન પચ્ચક્ખાણ હોય કે નહિ ?
ઉત્તર :— મનુષ્યલોકની બહાર નવકારશી વિગેરે પચ્ચક્ખાણ તથા રાત્રિભોજન પચ્ચક્ખાણ અહીંનાં કાળનું રૂડું જ્ઞાન ધરાવતો હોય, તો તેને હોઇ શકે. જો તેવું જ્ઞાન ન હોય તો, સંકેત પચ્ચક્ખાણ કરે. ॥૧-૧૨૪॥ પ્રશ્ન: શય્યા અને સંથારામાં કાંઇ તફાવત ખરો કે નહી ? ·
ઉત્તર :— સંપૂર્ણ શરીર પ્રમાણ હોય તે શય્યા કહેવાય, અને અઢી હાથ પ્રમાણ હોય, તે સંથારો કહેવાય. અથવા શય્યા તે જ સંથારો. આ વ્યુત્પત્તિથી આચારાંગટીકા અનુસારે એ બે એક જ પણ કહેવાય. ॥ ૧-૧૨૫॥ પ્રશ્ન: પુસિપ્નાવરી નવંતી આ વાક્યમાં પૂર્વ સાયરીનો શો અર્થ ? ઉત્તર :— “નવીન આવેલ સાધુ વિગેરે પ્રથમ યન્તી પાસે વસતિની માંગણી કરે, કેમકે-વસતિ આપનાર તરીકે તે પ્રસિદ્ધ છે, માટે પૂર્વ શય્યાતરી કહેવાય,” એમ ભગવતી ટીકાના અનુસારે જાણવું. ॥ ૧-૧૨૬ ॥ પ્રશ્ન: જિનેશ્વરોનાં અવધિજ્ઞાન સરખાં હોય, કે વધતાં-ઓછા હોય ?
ઉત્તર :— જે જિનેશ્વર જ્યાંથી આવી ઉપજ્યા હોય, તેમને તે સ્થાન સંબંધી અવધિજ્ઞાન હોય, અથવા વધતું પણ હોય છે, માટે સર્વને સરખું હોતું નથી.૧-૧૨૭ગા
પ્રશ્ન: ચોમાસું પુરું થયા પછી બે માસની અંદર સાધુઓને વસ વહોરવા કલ્પે કે નહિ?