________________
૩૪
ઉત્તર:-ચકવર્તીનાં સાત રત્નોમાં અસંખ્યાત જીવ હોય. કેમકે દેખાતા પૃથ્વીના
એક આંકડામાં પણ અસંખ્યાત જીવો હોય છે, તેમજ તેઓની આગતિ
પણ અસંખ્યાત જીવોને આશ્રયીને હોય, એમ સંભવે છે. [૧-૧૧ણા પ્રશ્ન: મિત્રનોનક્તિ જાતિ- ઈત્યાદિમાં સંભિન્નનો અર્થ પૂર્ણ થાય?
કે કાંઇક જૂન થાય? ઉત્તર:-મુખ્યપણે સંભિત્રનો અર્થ કાંઈક ન્યૂન એવો થાય છે, પરંતુ કોઈક
ઠેકાણે પૂર્ણવાચી બતાવ્યો છે. તેમાં કાંઈક ન્યૂનની વિવક્ષા કરી નથી.
માટે ત્યાં પણ કાંઈક ન્યૂન અર્થમાં જ જાણવો.૧-૧૧૮ પ્રશ્ન: નારીનું અવધિજ્ઞાન એક યોજનાનું હોય છે, તે યોજના કયા અંગુલથી
લેવો? ઉત્તર:–દેવોની પેઠે નારકીને પણ અવધિજ્ઞાનવિષયક યોજન પ્રમાણાંગુલથી
બનેલો લેવો. ૧-૧૧૯ પ્રશ્ન: સાધુપણામાં-અંતે શરીર વિગેરે વોસિરાવ્યાનું પચ્ચકખાણ કર્યું હોય, મરી,
ગયા બાદ મહાવ્રતોના નિયમની પેઠે તે જાય? કે રહે? ઉત્તર:–મહાવ્રતોના પચ્ચકખાણની માફક તે નિયમ રહેતો નથી, પરંતુ પૂર્વ
શરીર વોસિરાવ્યું હોવાથી મર્યા બાદ અવિરતિ-કિયા તો લાગતી નથી./૧-૧૨ના પ્રશ્ન: રાયપાણીમાં સૂર્યાભના વિમાનમાં અનેક પક્ષીઓ તથા ભમરા વિગેરે
જીવો કહ્યા છે, અને સ્થાનપદમાં તેનો નિષેધ કરેલો છે, માટે આમાં
ખરું સ્વરૂપ શું છે? ઉત્તર:-રાયપસણીમાં સૂર્યાભવિમાનમાં ભમરા આદિ કહેલા છે, તે પૃથ્વીની
બનેલી તેવી આકૃતિ સ્વરૂપ જાણવા, પણ ત્રસ જીવો નહિ, અને સ્થાનપદમાં તો નિષેધ કરેલ છે, તે ત્રસ જીવનો કર્યો છે. પણ પૃથ્વી
પરિણામરૂપનો નહિ.in૧-૧૨૧. પ્રશ્ન: દ્રવ્યલિંગી પોતાની મેળે પાપથી ડરી મહાવ્રતોની ક્યિા પાળવા મંડી
જાય, તો આરાધક થાય? કે નહિ? ઉત્તર:– દ્રવ્યલિંગી જે ગુર વિગેરે સામગ્રીના અભાવે પોતાની મેળે સમજી
મહાવતી થઇ વિચરે, તો આરાધક થાય. પણ છતી સામગ્રીએ આલોયણ વિગેરે કરી મહાવ્રત ઉચ્ચરે નહિ, તો આરાધક થાય નહિ. I૧-૧૨રા