________________
ન ગણાય?
ઉત્તર:– આગમવ્યવહારિ ગુરુદેવની આજ્ઞાથી સ્થૂલભદ્રસ્વામીનું કોયાના ઘરમાં
રહેવું જેમ અનુચિત નથી, તેમ થયાતરપિંડ લીધો, તે પણ અનુચિત ન ગણાય, કેમકે તે આગમવ્યવહારી પુરુષો અતિશયજ્ઞાની હોવાથી
ત્રણેય કાલમાં હિતકારી હોય તે સર્વની વિચારીને જ આજ્ઞા આપે છે. ૧-૧૦૯ પ્રશ્ન: પન્નવણાના પહેલા પદમાં પ્રશ્ન છે કે-ઉરપરિસર્પ-સ્થલચર-પચેંદ્રિયતિર્યંચ
કયા કહેવાય? ઉત્તર આપે છે કે તેના ચાર પ્રકાર કહેલા છે. તે આ પ્રમાણે-સર્પ, અજગર, આસાલિઆ અને મહોરગ ઈત્યાદિ. આમાં આસાલિયાનું ઉરપરિસર્પપણું જણાવ્યું, અને તે પછીના સૂત્રમાં જ તે આસાલિયાનું સ્વરૂપ પૂછયું, તેના ઉત્તરમાં-તે આસાલિયાનું શરીર, જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી બાર યોજન બતાવ્યું, તે કેવી રીતે ઘટે? કેમકે તેનાજ એકવીસમા અવગાહના પદમાં સંમૂર્છાિમ ઉર:પરિસર્પનું ઉત્કૃષ્ટથી ૨ થી ૯ યોજન સુધીનું શરીર બતાવ્યું છે, અને ઉપસંહારમાં પણ કહ્યું છે કે આ પ્રકારે ઔધિક અને ગર્ભજ પર્યામા ઉર:પરિસર્પનું ૧000 યોજન શરીર અને સંમૂર્છાિમનું યોજનપૃથક્વ
શરીર છે, ઈત્યાદિ. ઉત્તર: અવગાહના પદમાં ઉર:પરિસર્પનું ઉત્કૃષ્ટથી યોજન પૂથ શરીર બતાવ્યું
છે, તે પ્રાયિક જણાય છે, તેથી ચકવર્તીના સૈન્યનો વિનાશ આવે છે, ત્યારે કોઇક વખતે ઉત્પન્ન થનાર તે આસાલિયાનું શરીર બાર યોજનનું જુદું કહેતાં વિરોધ આવતો નથી. અથવા યોગનવૃત્વ પદમાં પૃથકત્વ શબ્દ જાતિવાચી છે, તેથી એકવચન છતાં બહુવચન ગણીને બે આદિ પૃથકત્વ જાણવા. તેથી કોઈ અસંગતિ થશે નહિ. એમ અમારી સંભાવના છે. તત્ત્વ તો સર્વજ્ઞ મહારાજા જાણે આ પ્રકારે સૂત્રમાં એક વચન છતાં બહુ પૃથકત્વ ગ્રહણ કરવાની વ્યાખ્યા
સંગ્રહણીવૃત્તિકારે પણ કરેલી છે. ૧-૧૧ના પ્રશ્ન: તે બાર યોજના ક્યા અંગુલના માપના લેવા? ઉત્તર–તે યોજનો આત્માગુલના માપે જાણવા. કેમકે--ભિન્ન ભિન્ન કાળમાં
થનાર ચકવતી વિગેરેના સૈન્યના પડાવમા યોજના અને આસાલિયાના દેહમાનના યોજનો સરખી રીતે બંધ બેસતા થાય. ૧-૧૧૧૫