________________
૩૧ સમકિતથી ગણવી” એમ કહો, તો ઋષભદેવના ૧૩ ભવ કેવી રીતે ઘટે? કેમકે યુગાદિદેવને ધનાસાર્થવાહના ભવથી પહેલાં પ્રથમ સમકિતનો લાભ થયો છે, તે પછી અનન્તકાળ ગયો છે. એમ ન હોત, તો એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય, તેમાં ભગવાનને ગણ્યા ન હોત. કેમકે -નંદિસૂત્રની ટીકામાં ઉત્કૃષ્ટદ્વારમાં કહ્યું છે કે,
જેઓને સમકિત થકી પડ્યા અનન્તો કાળ થયો હોય, તેવા સિદ્ધ થાય, તો એક સમયે ૧૦૮ થાય; સંખ્યાનો કાળ પડયાને થયો હોય, તે દશ દશ એક સમયમાં સિદ્ધ થાય. અને જેઓ સમકિત થકી પડ્યા ન હોય, તે ચાર સિદ્ધ થાય.કુ સિમાંતો કાનો, દવાઓ होइ तेसि अट्ठसयं। अप्पडिवडिए चउरो, दसर्ग दसगं च सेसाणं॥१॥
જેઓને સમતિ થકી પડયાને અનન્તકાળ થયો હોય, તેઓ સમયમાં ૧૦૮ સિદ્ધ થાય, અને જે સમક્તિ થકી પડ્યા જ ન હોય, તે ચાર સિદ્ધ થાય અને બાકીના ૧૦-૧૦ સિદ્ધ થાય.” જે બીજો પક્ષ હો, તો-રાષભદેવ સ્વામી તથા બીજા તીર્થકરોને પણ બતાવેલ જ ભવની સંખ્યા ક્યાંથી થાય? કેમકે-વચગાળામાં પણ સમકિતનું વમન
અને પ્રાપ્તિ થયેલ છે. ઉત્તર:-સમત્તપદ્ધમત્તમાં નોધવ્યો વાસ આવશ્યક નિર્યુક્તિના આ વચનને
અનુસારે વીરભગવાનની તથા તેમની સદુશ હોવાથી બીજા તીર્થકરોની પણ ભવગણતરી પ્રથમ સમકિતની પ્રાપ્તિની અપેક્ષાએ જણાય છે. પરંતુ અષભદેવની સિદ્ધિને આશ્રયીને જે વિવાદ ખડો કર્યો છે, તે-નિરૂપકમ આયુષ્યવાળા બાહુબળીને પણ છ લાખ પૂર્વ આયુષ્ય સંકોચાણું છે, તેની પેઠે એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય, તેમાં ભગવાનને ગણ્યા, તે આશ્ચર્યમાં સમાતું હોવાથી દૂર થાય છે. માટે
બધું બરાબર છે.r૧-૧૦ણા પ્રશ્ન: તીર્થકરોની માતા ચૌદ સ્વપ્નમાનાં દશમા સ્વપ્નામાં પા સરોવર જુએ
છે, તે પડ્યોથી સૂચિત એવા પદ્મ સરોવરને દેખે, કે અન્યદ્વીપમાં
કોઈ ઠેકાણે તેવા નામવાળું સરોવર હોય, તેને દેખે? ઉત્તર:-“પધ્ધોએ કરી ઓળખાતું પમ સરોવર” એવી વ્યાખ્યા કરી છે.
માટે તે જુએ. અન્યદ્વીપોમાં તે નામનું સરોવર નથી.ir૧-૧૦૮ પ્રશ્ન: સ્થૂલભદ્રસ્વામીએ કોયાના ઘરના આહાર પાણી લીધા હતા, એવો
જનપ્રવાદ ચાલે છે, પરંતુ તે જનપ્રવાદનું કારણ શય્યાતરપિંડ કેમ