________________
૨૯
પ્રશ્ન: નિશીથચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ અને પર્યુષણાકલ્પચૂર્ણ ક્યારે બની? કોણે બનાવી? અને તે આચાર્યો કેટલું શ્રુતજ્ઞાન ધરાવતા હતા ?
ઉત્તર :— આ ચૂર્ણિઓમાં નિશીથસૂર્ણિના કર્તા જિનદાસ મહત્તર છે, એમ તેના છેલ્લા ભાગમાં કહ્યું છે. બીજી ચૂર્ણિઓના કર્તાનું નામ લેવામાં આવતું નથી. તેમજ કથા કાળે બનાવી? તે પણ જાણવામાં આવ્યું નથી. ॥ ૧-૯૯ ॥
પ્રશ્ન: નિશીથસૂર્ણિ વિગેરેના પ્રામાણિકપણામાં ‘નિક્ષોભા નિર્ક્યુપા' ઇત્યાદિક સમવાયાંગટીકાનો એક દેશજ શરણ છે? કે બીજું કાંઇ છે?
=
ઉત્તર:— નિશીથચૂર્ણ વિગેરેનું પ્રામાણિકપણું તો નિ:શંકપણે સિદ્ધ છે, કેમકે-ઘણા ગ્રંથોમાં સાક્ષી છે. ૧-૧૦૦ ॥
પ્રશ્ન : વ્યવહારચૂલિકાના કર્તા કોણ છે?
ઉત્તર :— વ્યવહારચૂલિકા કોણે બનાવી” તે જાણવામાં નથી. ૫૧-૧૦૧॥ પ્રશ્ન: મિ ના સિદ્દી સા, પમાળમિયાŞ વીરમાળીર્
આગામનોળવસ્થા-મિચ્છન્ન-વિાહળ નવે!? ॥
‘સૂર્યોદય વખતે જે તિથિ વર્તતી હોય, તેને આખો દિવસ માનવી, જે તેમ કરવામાં ન આવે, તો આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ દોષો પ્રાપ્ત થાય” આ વૃદ્ધસામાચારીની ગાથા (મૂલ નિયમ) છે. અને ક્ષયે પૂર્વી તિથિ: હાર્યાં, વૃદ્ધો હાર્યા તથોત્ત॥ ‘પર્વ (તિથિ)નો ક્ષય આવે ત્યારે, જે પૂર્વ (સામાન્ય તિથિ) હોય, તેને (પર્વતિથિ) કરવી અને (પર્વ તિથિની) વૃદ્ધિ હોય, તો (પહેલી છોડી) બીજી (પર્વ તિથિ) કરવી. આ ઉમાસ્વાતિવાચકજીનું વચન (આપવાદિક નિયમ) છે. આ બંનેય બાબતોને જે ન માનતા હોય, તેને બલાત્કાર કરીને પણ મનાવવામાં કોઇ અન્ય યુક્તિ છે? કે નહિ ?
ઉત્તર :— આ બંનેય પ્રામાણિક બાબતોને મનાવવામાં શ્રાદ્ધવિધિ ગ્રંથ અને સુવિહિત પુરુષોની સતત ચાલી આવતી પરંપરા પ્રમાણભૂત તરીકે જાણવામાં છે. તેમજ “સૂર્યોદય સમયે જે અલ્પ પણ તિથિ હોય, તે સંપૂર્ણ જાણી, તે દિવસે પાળવી, પણ સૂર્યોદય વખતે ન હોય અને પછી ઘણી હોય, તે માનવી નહિ,” એમ પારાશરસ્મૃતિ વિગેરેમાં પણ કહ્યું છે. ૧-૧૦૨