________________
૨૩
રીતે દૂર થાય ?
ઉત્તર :— “એક નિગોદનો અનન્તમો ભાગ સિદ્ધ થયો છે.” આ વચન સામાન્યથી
–
છે. પણ સૂક્ષ્મ અથવા બાદર નિગોદની વહેંચણની દૃષ્ટિથી નથી. પરંતુ બન્નેય પ્રકારે કોઇ વિરોધ આવતો નથી. કેમકે- વ્યવહાર રાશિમાં આવેલા બધા જીવો મોક્ષમાં જાય, તેવો નિયમ નથી. તેથી તમોએ ઉપજાવેલી અસંગતિને અવકાશ નથી. ॥ ૧-૭૪॥
પ્રશ્ન : દ્વિવિધ ત્રિવિધ ઇત્યાદિ પાઠનો ઉચ્ચાર કરી, સામાયિક કરતા શ્રાવકને પાપવ્યાપારનું કરવું કરાવવું બંધ થાય, પરંતુ અનુમોદન બંધ થતું નથી. તો સામાયિકમાં રહેલો શ્રાવક મન વચન કાયાના યોગો પૈકી કોઇપણ યોગે પાપવ્યાપારને અનુમોદે, તો સામાયિક ભાંગે કે નહિ?
ઉત્તર :— સામાયિકવાળો શ્રાવક મન વચન કાયાએ કરી પાપ વ્યાપારને અનુમોદી રહ્યો હોય, તો પણ સામાયિકનો ભંગ થતો નથી. કેમકે- તેણે અનુમોદનનું પચ્ચક્ખાણ કર્યું નથી, તેમ છતાં પણ જે અનુમોદન ન કરે તો મહાન લાભ મેળવે છે. ॥ ૧-૭૫ ॥
પ્રશ્ન: છ માસના યોગ વિગેરેમાં દત્તિનું પચ્ચક્ખાણ કરાવાય છે, તેમાં— સપાળમોયળ પંચત્તિમ આવિત પદ્મવાર્ એમ કહેવું? કે સપાળમોયળ પંચત્તિઞ જાતનું પદ્મવાક્ એમ કહેવું?
-
ઉત્તર :— સપાળ મોયળ પંચત્તિન પદ્મવલ્રાફ આવા પ્રકારે પચ્ચક્ખાણ ગુરુ પરંપરાએ ઉચ્ચારાતું જણાય છે. પણ બીજી રીતિએ નહિ. ॥ ૧-૭૬ ॥
પ્રશ્ન: ગાંગેયભાંગાની ચારેય ગતિની અપેક્ષાએ સર્વ સંખ્યા અને આ રીતિએ તેઓનો “આ લાખમો ભેદ છે” તે બંનેય બાબતો જણાવવા કૃપા કરશો.
ઉત્તર :— નરક ગતિમાં સર્વે પ્રવેશનકોમાં અસાંયોગિક સાત ભાંગાને, અને રત્નપ્રભા વિગેરેમાં દ્વિક વિગેરે સંબંધી ભાંગાઓએ કરી દ્વિપ્રવેશનક વિગેરેમાં કિાદિસંયોગોને ગણીને અનુક્રમે આવેલ ભાંગાને એક કરી તમામ સરવાળો કરવો, પરંતુ દરેક પ્રવેશનપ્રતિ ભિન્ન ભિન્ન સરવાળો આવે છે. પ્રવેશનક ભંગ સંબંધ તો સંભવતો નથી, એમ જણાય છે. અને આ પ્રમાણે બીજી ત્રણે ગતિને આશ્રયીને પણ જે સંભવે તે જાણવું.
બીજું, આ વિષયનું ભગવતીસૂત્રમાં કે-ટીકામાં કરણ બતાવ્યું નથી. તેથી “આ લાખમો ભાંગો' તેમ સ્પષ્ટ લખી શકાતું નથી. ॥ ૧-૭૭॥