________________
૨૫
પ્રશ્ન: જે શ્રાવકને પહેલું ઉપધાન ર્યા બાર વરસ થઈ ગયા, અને બીજું
ઉપધાન કર્યા કાંઇક ન્યૂન હોય, તો તે શ્રાવક પહેલું ઉપધાન ફરી • વહન કરે? કે-બીજું પણ ફરી વહે? ઉત્તર:-જે મનની સમાધિ રહે, તો બને ફરી વહન કરે, તેમ ન હોય,
તો જેના બાર વરસ થઇ ગયા હોય તે ફરી વહન કરે.r૧-૮૧ શ: પ્રભાત સમયે સ્થાપનાચાર્યની ઝોળી, સ્થાપનાચાર્યની પહેલાં પડિલેહવી.
અને સાંજે પછી પડિલેહવી, તેનું કારણ શું? ઉત્તર:–સ્થાપનાચાર્યની ઝોળી પ્રભાતે કે સાંજે પહેલી કે પછી પડિલેહવામાં
શાસ્ત્રમાં કાંઇ નિયમ નથી.. ૧-૮૨ | પ્રશ્ન: ચાર ઉપધાન વહેવા બાદ માળારોપણ કેટલા કાળમાં કરી લેવું જોઈએ? ઉત્તર:–મુખ્ય રીતિએ પહેલા ઉપધાનમાં પ્રવેશ ર્યો હોય, ત્યાંથી બાર વર્ષ
ઓળંગી જાય, તો ચારે ઉપધાન જાય છે, તેથી બાર વર્ષ પહેલાં માળારોપણ
કરી લેવું. ૧૯૮૩ પ્રશ્ન: ચવતીને રાજ્યાભિષેક થયા બાદ પુત્ર થાય કે નહિ? ઉત્તર:–“રાજ્યાભિષેક થયા બાદ ચક્વતીને પુત્ર થાય છે,” એમ ત્રી
અજીતનાથપ્રભુના ચરિત્ર વિગેરેમાં કહ્યું છે. ૧-૮૪ છે પ્રશ્ન: એક સમયમાં કેટલા તીર્થકર મોક્ષે જાય? ઉત્તર:-ઉત્કૃષ્ટથી એક સમયમાં ચાર તીર્થક સિદ્ધિપદને પામે છે, એમ સિદ્ધપંચાશિકા વિગેરેમાં કહ્યું છે. ૧૯૮૫
ઉપાધ્યાય શ્રી વિવેકહર્ષગણિના પ્રશ્નોત્તરો. a: રાત્રિભોજનના પચ્ચકખાણીને અન્ન વિગેરેમાં રાત્રિસિદ્ધ-તિવાણુરહિ“રાત્રિએ
બનેલ અને દિવસે ખાધેલું વિગેરે” ચૌભંગીમાં ત્રણ ભાંગ વર્જિત છે. તે પ્રમાણે સુખડી પ્રમુખ પફવાન્નમાં વર્જિત ખરાં કે નહિ? જે “વર્જિત છે” એમ કહો, તો પફવાત્રમાં તેવો વ્યવહાર હજુ સુધી નથી, તેનું શું કારણ? અને “વર્જિત નથી” એમ કહો, તો આરંભ તો સરખો હોવાથી અન્નાદિમાં વર્ષ છે, અને પક્વાન્નમાં કેમ વર્જિત નથી? “પાણીની લીલાશ પડ્વાન્નમાં નથી. માટે દૂષણ નથી. પક્વાત્ર એક માસ વિગેરે
સિન પ્રશ-૪]