________________
૨૪ પ્રશ્ન:-ગને વિંતિ નો ઈત્યાદિ ભાષ્યની ગાથાની અવમૂર્ણિમાં ત્રણ
ગાથા છે, તેનો અર્થ જણાવવા કૃપા કરશો. ઉત્તર:–“સવંદનમાં એક નમુચુર્ણ અને બે નમુત્યુર્ણ સુખેથી સમજી
શકાય છે” એમ મનમાં ધારીને “નમુલ્યાણં ત્રણ” વિગેરેને પ્રતિપાદન કરનાર ત્રણ ગાથા અવસૂરિમાં કહી છે. તેનો આ અર્થ છે – ઈરિયાવહિયા પહેલાં અથવા પ્રણિધાનને અંતે શકસ્તવ કહેતાં અથવા બીજા ચૈત્યવંદનને અંતે નમુત્યુર્ણ કહેતાં ત્રણ નમુત્યુર્ણ થાય છે. અહીં એક્વાર દેવવંદન સંબંધી બે નમુત્યાં ત્રણેય પક્ષમાં જોડવાના પ્રસિદ્ધ હોવાથી, ગાથામાં સંગ્રહીત ક્ય નથી. હવે, એકવાર દેવવંદનમાં બે નમુત્થણ કહેવાય અને પહેલાં તથા પછવાડે કહેવાય, એમ ચાર નમુત્યુર્ણ થાય છે, અથવા દેવવંદનમાં ત્રણ અને પહેલાં અથવા પછવાડે એક નમુત્થણે એમ ચાર
નમુત્યુ થાય છે. ૧-૭૮૫ પ્રશ્ન: શ્રી વજસેનના શિષ્ય ચંદ્રસૂરિ વિગેરેને સ્થવિરાવલીમાં કેમ કહ્યા નથી?
બીજા શિષ્યોને તો કહ્યા છે, તે આપણી પઢાવલીમાં નથી, તેનું શું
કારણ? અને તેની પરંપરા કેવી રીતે મળે? ઉત્તર:-જ્યારે માથરી અને વલ્લભી એમ બે વાચના થઈ, ત્યારે સ્થવિરાવલીનો
પણ પાઠ ભેદ થયો હોય એમ સંભવે. તેથી કોઇક વાચનામાં વસેનસૂરિના શિષ્ય ચંદ્રસૂરિ વિગેરે કહ્યા હશે, અને કોઈકમાં કહ્યા નહિ હોય. તો પણ પરંપરા તુટતી નથી, કેમકે- આપણી પઢાવલીના અનુક્રમે, પૂર્વાચાર્યોએ પોતાના ગ્રંથોમાં તે તે આચાયનાં નામો લખેલાં છે. અને તે પૂર્વાચાર્યો બહુશ્રુત હોવાથી પૂર્વાપર ગ્રંથોને વિચાર્યા સિવાય લખે નહિ. ૧-૭૯i
મહોપાધ્યાય શ્રી ભાનુચજગણિના પશ્નોત્તરો. પ્રશ્ન: સાંજની પડિલેહણમાં છેલ્લે ઓધો પડિલેહે છે, અને પ્રભાતમાં પહેલો
પડિલેહે છે, તેનું શું કારણ? ઉત્તર-ઓઘનિર્યુક્તિ અને યતિદિનચર્યા વિગેરેમાં તેમ કરવા કહેલું છે, તે
જ કારણ છે. તે ૧-૮૦