________________
૨૨
ઉત્તર :— આમાં સૂત્રકારની વિવક્ષા જ કારણ છે. ॥ ૧-૩૦॥
પ્રશ્ન: કેવળ નંદીસૂત્રના યોગ કર્યા હોય, તે સાધુ દેવવંદનની ક્રિયા કરાવે, તો તે સુઝે કે નહિ ?
-
ઉત્તર :— યોગોહનની ક્રિયામાં કેવળ નંદીસૂત્રના યોગવાળો દેવવંદન કરાવે, તો કલ્પે છે. પણ ઉપધાનની ક્રિયામાં કલ્પી શકે નહિ. ॥ ૧-૭૧ ॥ પ્રશ્ન: દેવસિય પરિક્રમણામાં દેવવંદન પછી ચાર ખમાસમણા દેવાય છે, તેમાં ભગવાનૢ પદમાં ભગવાન્ શબ્દનો શો અર્થ? કેટલાકો ‘તીર્થંકર” એવો અર્થ કરે છે. બીજાઓ ધર્માચાર્ય અર્થ કરે છે. ત્યારે કોઇક “દેવવંદન પછી ચાર ખમાસમણાથી ગુરુ મહારાજાને વાંદે” એમ પ્રતિક્રમણ ગર્ભહેતુ ગ્રંથમાં કહ્યા પ્રમાણે “ગુરુ જ વૃંદાય છે. જેની પાસે પ્રતિક્રમણ વિગેરે ક્રિયા કરાય, તે ગુરુ મનાય.” એમ બોલે છે. નામાં ક્યો પક્ષ ન્યાયયુક્ત છે?
ઉત્તર :— પહેલે ખમાસમણે તીર્થંકર અને ધર્માચાર્યને સંબોધીને વંદન કરાય 9.119-9211
પ્રશ્નઃ પ્રશ્ન: અહોરાત્રિ પોસહ કરનાર શ્રાવક બીજા દિવસે પ્રભાતના પ્રતિક્રમણમાં બેસણું વિગેરે પચ્ચક્ખાણ કરે છે, તે પ્રમાણે દેશાવગાસિકનું પચ્ચક્ખાણ કેમ ન કરી શકે? જો એમ કહો કે- “તેને સાવઘવ્યાપારનું પચ્ચક્ખાણ હોવાથી દેશાવગાસિકનું પચ્ચક્ખાણ ન કરી શકે” તો સામાયિકમાં રહેલો મનુષ્ય કરે છે, તે કેવી રીતે કરી શકે?
ઉત્તર :— આ બાબતમાં ચાલી આવતી અવિચ્છિન્ન વૃદ્ધ પુરુષોની પરંપરા જ પ્રમાણ છે. પણ કોઇ ગ્રંથના અક્ષરોનો ટેકો જોવામાં નથી. ૫૧૧-૭૩॥ 1: जड़आ य होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइआ ॥ इक्कस्स निगोअस्स य, अणंतभागो अ सिद्धिगओ ॥ १ ॥
પ્રશ્નઃ
“જ્યારે પુછવામાં આવે ત્યારે, જિનમાર્ગમાં ઉત્તર દેવામાં આવે છે કે એક નિગોદનો અનંતમો ભાગ સિદ્ધ થયો છે. આ વચન બાદર નિગોદની અપેક્ષાએ સમજવું? કે કે સૂક્ષ્મનિગોદની અપેક્ષાએ સમજવું?સૂક્ષ્મનિગોદની અપેક્ષાએ પણ સાંવ્યાવહારિક સૂક્ષ્મનિગોદની અપેક્ષા લઇએ, તો વ્યવહાર રાશિમાં આવેલા પણ કેટલાક જીવો કોઈ કાળે પણ મુક્તિમાં જવાના નથી. તેથી મોટી અસંગતિ થાય છે, તે કેવી