________________
૨૧
માસ કેમ વધ્યો છે? તો જાણવું કે- લૌકિક ટીપણાના અનુસાર વધ્યો છે. કેમકે તેમાં માસની વૃદ્ધિ અનિયમિત છે. માટે શંકા કરવા જેવી
નથી. આ પ્રશ્નનું ખરું સ્વરૂપ તો સર્વજ્ઞ મહારાજા જાણે. ૧-૬૪ પ્રશ્ન: યોગશાસ્ત્રની ટીકામાં વસુરાજના અધિકારમાં ચારણશ્રમણોનું ગમનાગમન
રાત્રિએ લખ્યું છે, તેથી ચારણ શ્રમણો રાત્રિએ આકાશમાં જા-આવ
ઉત્તર-ચારણ શ્રમણો આકાશમાં રાત્રિએ ગમનાગમન કરે છે, પાર્શ્વનાથ
ચરિત્રમાં પણ તે પ્રમાણે છે.૧-૬પા પ્રશ્ન: સિદ્ધશિલા ઉપર સિદ્ધ સિવાયના જીવો હોય કે નહિ? જે હોય,
તો તે ક્યા? ઉત્તર:–-સિદ્ધશિલા ઉપર સિદ્ધ સિવાય એકેન્દ્રિય જીવો હોય છે. ૧-૬૬ પ્રશ્ન: ગંગાનદી છઠે આરે રથમાર્ગ પ્રમાણ થશે કે નહિ? ઉત્તર:- “ગંગા નદી રથ માર્ગ જેટલી ટૂંકી થશે. અને બીજી ૧૪ હજાર
નદીઓ ભૂમિ ઘણી જ ઉગ થવાથી શોષાઈ જશે.” એમ જંબૂદ્વીપપન્નત્તિની
ટીકામાં કહ્યું છે. ૧-૬૭ પ્રશ્ન: જંબદ્વીપમાં ચૌદલાખ છપ્પન હજાર નદીઓની ગણતરી બતાવી છે,
પરંતુ મહાવિદેહની વિજયોની ભેદનારી છ નદીઓ તથા દરેક વૈતાઢય મળે ઉન્મજ્ઞા અને નિમના નામની નદીઓ છે, તે સંખ્યામાં કેમ
ગણી નથી? ઉત્તર:- આમાં પૂર્વાચાર્યોની વિવક્ષા જ પ્રમાણ છે. બૂદ્વીપસંગ્રહણીકારે
તો સત્તર લાખથી અધિક નદીઓની સંખ્યા જંબુદ્વીપમાં બતાવી છે. ૧-૬૮૫ પ્રશ્ન: મસ્ત લિવાના. “સૂર્ય અસ્ત થયે છતે પાણી રુધિર તુલ્ય ગણાય, .
અને અનાજ માંસતુલ્ય ગણાય.” એમ આ શ્લોકમાં કહ્યું છે, તે
વાત જિનાગમમાં કોઈ ઠેકાણે છે કે નહિ? ઉત્તરઃ આ વાત પુરાણમાં કહી છે, આપણી નથી. જિનાગમમાં તો રાત્રિભોજનનો
દોષ આથી પણ વધારે કહ્યો છે. / ૧-૬૯I પ્રશ્ન: ચોવીશ દંડકમાં ભવનપતિના દશ દંડક ગણ્યા, અને બીજી વ્યન્તર
વિગેરેના એક એક દંડક ગયા, તેનું શું કારણ?