________________
૧૯
અપર્યાપ્તાનું તેથી ન્યૂન સંભવશે અને તે વાત અયુકત છે. કેમકે-શાસ્ત્રમાં ૨૫૬ આવતીકાથી જૂન, આયુષ્ય કોઇનું કહ્યું નથી, અને જો અપર્યાપ્તાનું
કહેશો, તો તેના કરતાં પર્યામાનું વધારે આયુષ્ય હોય કે નહિ? ઉત્તર:-જીવાભિગમ-પન્નવણા વિગેરેમાં સૂક્ષ્મનિગોદ પર્યાપ્તા અને અપર્યાપ્તાનું
જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્ત કહ્યું છે. ત્યાં સુકભવગ્રહણરૂપ વિશેષણ આપ્યું જ નથી. અને તેની ટીકામાં સૂક્ષ્મપર્યાપ્ત જીવના અંતર્મુહૂર્ત કરતાં અપર્યાપ્તાનું અંતર્મુહૂર્ત નાનું બતાવ્યું છે, અને કર્મગ્રંથની ટીકા વિગેરેમાં ભુલકભવરહણ એટલે કે “સર્વ કરતાં નાનું જીવતર” એમ કહેલ હોવાથી આ પ્રકારે નક્કી કરી શકાય કે-સૂક્ષ્મનિગોદ અપર્યાપ્તાનું સર્વ જઘન્ય જીવતર ૨૫૬ આવલીકાનું હોય, અને ઉત્કૃષ્ટથી તો તેઓનુંજ ૨૫૬ આવલીકાથી કાંઈક અધિક હોય અને પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદજીવોનું તો જઘન્યથી પણ અને ઉત્કૃષ્ટથી પણ અત્યંત અધિક જ હોય. આ રીતે વિચાર કરતાં પર્યાપ્ત-અપર્યાપ્ત સ્થિતિનું પ્રતિપાદન કરનાર સૂત્રપણ
બંધ બેસતું થાય છે. તે ૧-૫૯ પ્રશ્ન: વાશી-વિદલ, પોળી વિગેરે વપરાય નહિ, આ બાબતના અક્ષરો ગ્રંથમાં
હોય, તો તે બીજાઓને બતાવાય માટે તે પાઠ બતાવવા કૃપા કરશો. ઉત્તર:–બૃહત્કલ્પસૂત્રના પાંચમા ઉદેશાની ટીકામાં છેડે કહ્યું છે કે-“વાશી
પોળી વિગેરેમાં લાળીયા જીવ ઉપજે છે, તેથી તે વાશી-પોળી વિગેરે વાપરવાથી સાધુઓને સંયમ વિરાધના થાય,” તે લાળ જીવમય ન હોય, તો સંયમ વિરાધના સંભવે નહિ. માટે તે લાળ જીવમયી જણાવી છે. અને તે જીવો બેઇંદ્રિયો હોય છે.” એમ વૃદ્ધસંપ્રદાય ચાલ્યો આવે છે. આ સૂત્રમાં આદિ શબ્દ થકી વિદલ વિગેરે પણ લેવાય છે.
તેથી વિદલોમાં પણ જીવોની ઉત્પત્તિ થાય, તે નક્કી છે. ૧-૬૦ પ્રશ્ન: વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધરની મેખલામાં હમણાં સાધુ, સાધ્વી, શ્રાવક,
શ્રાવિકા સંભવે કે નહિ? ઉત્તર:-વૈતાઢયની મેખલામાં સાધુ વિગેરે ચાર હોય એમ સંભવે. કેમકે-આ
બાબતમાં કોઈ બાધક વચન નથી. ૧-૬૧ / પ્રશ્ન: સંથાવદિ આ વંદિતુ-સૂત્રની ગાથાની ટીકા વિગેરેમાં લખ્યું છે