________________
છે. તે ચરિતાનુવાદ છે. તેથી તે પ્રવર્તક-નિવર્તક ખાસ ગણાતો નથી,
એટલે કે વિધિવાદ કહેવાતો નથી. ૧-૫૩ . પ્રા: કેટલાક ગ્રંથોમાં વષીદાન પહેલાં લોકાન્તિક દેવો આવીને તીર્થંકર મહારાજાઓને
દીક્ષાકાળનું સૂચન કરે છે. અને જ્ઞાતાધર્મકથા સૂત્રમાં તો પહેલું સંવર્ચ્યુરી દાન, અને પછી લોકાન્તિક દેવોની વિજ્ઞપ્તિ બતાવી છે. તો આ બાબતમાં
શું વિશેષ છે? તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:-તીર્થકરો લોકાન્તિક દેવોની વિજ્ઞપ્તિ બાદ સાંવત્સરિક દાન આપે,
અથવા સાંવત્સરિકદાન પ્રથમ શરૂ થાય, અને લોકાન્તિક દેવો પછી વિજ્ઞપ્તિ કરે. એમ બન્ને પ્રકારના અક્ષરો હારિભદ્રીય આવશ્યકની ટીકામાં
મહાવીર પ્રભુના દાનના અધિકારમાં છે. આ ૧-૫૪ II પ્રશ્ન: શાતાધર્મ કથામાં કહેલ પ પ રહિ સામાન -સાહિં ત્યાદિત
પવિા દરેક દરેકને “ચાર હજાર સામાનિક દેવોનો પરિવાર છે, તે તમામ લોકાન્તિકને હોય? કે વિમાનના અધિપતિને હોય?” વળી સામાન્ય રીતે દેખાય છે કે-લોકાનિક દેવો ભગવાનને બોધ કરે છે, તેના સ્વામીઓ બોધ કરે તેમ દેખાતું નથી. તેમજ તેમના પરિવારભૂતદેવોની ભવસ્થિતિ
તેઓની પેઠે હોય? કે તફાવતવાળી હોય? ઉત્તર:–શાતાધર્મ કથામાં બતાવેલ સામાનિકદેવ વિગેરેનો પરિવાર ૭૦૦ આદિ
દરેક લોકાનિક દેવોનો સંભવે છે, પણ સ્પષ્ટ શાસ્ત્ર અક્ષરો જોવામાં ન આવતા હોવાથી વિમાનના અધિપતિનો સંભવતો નથી. તેમજ-લોકાન્તિકના પરિવારભૂત દેવોની ભવસ્થિતિ જુદી કહી નથી. માટે તેઓની માફક
સંભવે છે. તત્વ તો કેવલી મહારાજા જાણે. તે ૧-૫૫ . પ્રશ્ન: કલ્પસૂત્રમાં સ્થવિરાવળીને છેડે વિિ નર્માણા િઆ ગાથા છે.
તે પુસ્તકારૂઢ થયું તે વખતની છે? કે તેનાથી પૂર્વ કાલની છે? જે પુસ્તકાકાળની હોય તો દેવર્ષિ ગણિની કતિ હોવાથી પોતાને પોતે નમસ્કાર કરે, તે અનુચિત ગણાય. અને જે અન્યની કૃતિ હોય, તો સ્થવિરાવળીની તમામ ગાથાઓ બીજાઓએ બનાવેલી કેમ ન હોય? આ પ્રકારે શંકા છે. અને જો પૂર્વકાળની હોય, તો પાછળ થનારા વિરોને તેમાં નમસ્કાર કરેલો છે, તે કેમ ઉચિત ગણાય?
સિન પ્રશ્ન-૩]