________________
પ્રશ્ન: ઉત્સર્પિણી કાળના છેલ્લા તીર્થંકરનું તીર્થ કેટલા કાળ સુધી ચાલશે? ઉત્તર:–ઉત્સર્પિણીકાળમાં છેલ્લા તીર્થંકર મહારાજનું તીર્થ “ભદેવ સ્વામીનો
જે કેવળીકાળ કહ્યો છે, તેટલા કાળ સુધી ચાલશે. “એમ ભગવતીસૂત્રના
વીશમા શતકના આઠમા ઉથ્થામાં કહ્યું છે. ૧-૫૦ પ્રશ્ન: સિદ્ધાન્તમાં “૨૦૦૪ યુગપ્રધાનો થશે,” એમ કહ્યું છે, તો તે યુગપ્રધાન
મહારાજ હાલ ક્યાં છે? ઉત્તર:–હાલ યુગપ્રધાન છે, તે જાણવામાં નથી અને દેખાતા પણ નથી.
તેથી ત્રીજા ઉદયના પ્રારંભથી થશે, એમ જણાય છે.૧-૫૧ પ્રશ્ન: જેણે અનન્તકાયનું પચ્ચખાણ કર્યું હોય, તેને ભૂમિકોળું લીલું કે
તડકે સૂકવ્યા વિના સૂકાઈ ગયેલું કહ્યું? કે શ્રાદ્ધ-વિધિમાં બતાવેલ સંસ્કારવાળા આજની પેઠે ન કલ્પે? કેમકે-તે વેલડીના પાંદડાજ ભૂમિથી
ઉચે દેખાય છે, અને ફળો તો ભૂમિમાં હોય છે. ઉત્તર:–ભુમિકોળું ડી પ્રકારે સૂકાઇ ગયું હોય, તો અનન્તકાયના પચ્ચખાણવાળાને
ઔષધાદિ કારાણે કલ્પે એમ વ્યવહાર દેખાય છે. પરંતુ તે કોળું તડકે સૂકવ્યા વિના સંપૂર્ણ શુષ્ક ન થાય, તે વાત બરાબર તો તેના સ્વરૂપના
જાણકારો જાણે.૧-૫૨ પ્રશ્ન: કેવળી મહારાજાઓ સમવસરણમાં તીર્થન, તીર્થકરને અને ગણધર મહારાજને
નમસ્કાર કરીને કેવળીપર્ષદામાં બેસે છે, એમ આવશ્યકસૂત્રની ટીકા વિગેરેમાં અને જુના ચરિત્રોમાં કહ્યું છે. વંદારુ-વૃત્તિમાં તો બતાવ્યું છે કે- ગૌતમગણધર સમોસરણમાં જિનેશ્વર મહારાજ સમીપે વંદન કરવા ગયા, અને તે વખતે શાલ વિગેરે કેવળીપર્ષદા તરફ ચાલ્યા, તેથી ગૌતમસ્વામીજીએ તેઓને કહ્યું કે, “ભો મહાનુભાવો! તમો ભગવાનને કેમ વંદન કરતા નથી?” તે વખતે ભગવાન વીર સ્વામીએ કહ્યું કે-“હે ગૌતમ! તું કેવળીઓની આશાતના ન કર.” આ પ્રકારે બે
જાતના લખાણો છે, તેથી તે વિશે પૂછનારને કયો પક્ષ કહેવો? ઉત્તર:–“તીર્થકર મહારાજાને ત્રણ પ્રદક્ષિણા કરીને અને તીર્થને નમસ્કાર
કરીને કેવળી મહારાજાઓ પોતાની પર્ષદામાં જાય,” તેવા ભાવાર્થવાળા અક્ષરો આવશયક ટીકા વિગેરેમાં છે. પરંતુ વંદારવૃત્તિમાં તો શાલ વિગેરે કેવળી મહારાજાઓ સીધા જ પોતાની પર્ષદામાં ગયા” એમ જણાવ્યું