________________
ઉત્તર–આ ગાથા દેવર્ષિ ગણિ ક્ષમાશ્રમણના શિષ્ય બનાવી હોય, કે
પછી થયેલા કોઈ સ્થવિર ભગવતે બનાવી હોય, એમ સંભવે છે. આ પ્રમાણે સર્વ ગાથા બીજાઓની બનાવેલી હોય, તેમ સંભાવના કરવાની જરૂર નથી. કેમકે-કોઇ અસંબદ્ધતા ઉભી થતી નથી. માટે પ્રશમરતિની પેઠે “સ્થિતની જ ગતિ’ ચિંતવવી. કેમકે તેમાં પણ છે કેટલીક ગાથાઓએ કરી ઉમાસ્વાતિ મહારાજાને નમસ્કાર કરેલો દેખાય છે, તેથી તેટલી જ ગાથા કોઈ બીજાની કરેલી જાગવી. પણ “સંપૂર્ણ ગ્રંથ બીજાએ ક્યો” તેમ મનાય નહિ. પ્રશમરતિના કર્તા શ્રી ઉમાસ્વાતિ વાચક છે, તે
સુવિદિત છે.ll૧-૫૬ . પ્રશ્ન: “છેલ્લા દશપૂર્વધર સિદ્ધાન્તોના પાઠમાં સુસ્થતા કરે” તેવો પ્રઘોષ ચાલ્યો
આવે છે, તેવા અક્ષરો કોઈ ગ્રંથમાં છે કે નહિ? જો છે તો ભગવતીસૂત્રમાં દેવર્ધિગણીએ બનાવેલ, નદિસૂત્રની ભલામણ કેવી રીતે ઘટે? આ બાબત
કેટલાક પ્રશ્નો કરે છે, માટે ઉત્તરની કૃપા કરશો. ઉત્તર:– “છેલ્લા દશપૂર્વધર સિદ્ધાંત પાઠોમાં સુસ્થતા-બંધબેસતાપણું કરે છે.”
આવો વૃદ્ધપુરુષોનો પ્રવાદ વર્તે છે. તે સંબંધી અક્ષરો તો દશવૈકાલિક હારિભદ્રીય ટીકામાં અને વિચારામૃત સંગ્રહમાં છે. તેથી ભગવતી સૂત્રમાં દેવર્ધિગણિના નંદિસૂત્રની ભલામણ કરી છે. તે બાબતમાં જાણવું કે છેલ્લા દશપૂર્વધરે તો સિદ્ધાંત પાકોમાં સંબંધનું પરાવર્તન વિગેરે સુસ્થતા કરેલી છે, પણ સૂત્રનો સંક્ષેપ તો દેવર્ધિગણિક્ષમા શ્રમણજીએ કરેલો છે, એમ સંભવે છે. વિશેષ વાત તો તત્વજ્ઞાની જાણે. ૧-૫૭ II
(શ્રીનંદિ સૂત્રના કર્તા તો શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણ કરતાં જુદાજ દેવવાચક નામના આચાર્ય મહારાજ સંભવે છે.) પ્રશ્ન: સુકાઈ ગયેલું લસણ સચિત્ત મનાય કે અચિત્ત? જે અચિત મનાતું
હોય તો, તેવા પ્રકારના કારણ પ્રસંગે તેનું ઓસડ ઋષિવર્ગમાં કરાય
કે નહિ? ઉત્તર:-સુકાએલું લસણ અચિત્ત સંભવે છે, તેથી તેવા કારણે ઋષિવનિ
ઓસડ કરવામાં એકાન્ત નિષેધ નથી એમ જાણવું. ૧-૫૮ . પ્રશ્ન: સૂત્મનિગોદ જીવોનું સામાન્યપણે ૨૫૬ આવલીકાનું આયુષ્ય કહ્યું છે,
તે-સૂક્ષ્મ પર્યાપ્તાનું હોય કે અપર્યાપ્તાનું હોય? જે પર્યાપ્તાનું કહેશો, તો