________________
કે- “આવશ્યકની ટીકા વિગેરેમાં ત્રાવકની પાંચમી પ્રતિમાના અધિકારમાં લિવ ટાવી, ન તુ , “દીવસે જ બ્રહ્મચારી હોય, પણ રાત્રિએ ન હોય.” આ પાઠ આવશ્યકની ટીકા વિગેરેમાં ખોળીએ
છીએ, છતાં દેખાતો નથી. ઉત્તર–ત્રિય કારડે- દિવસે બ્રહ્મચારી હોય અને રાત્રિએ
પરિમાણ કરેલું હોય. આવો પાઠ આવશયક ટીકામાં છે. ૧-૬૨ . પ્રશ્ન: ભગવતી સૂત્રમાં અસુરાદિકના અધિકારમાં નહિ પુના ગયા
મિત્તિક “નંદીશ્વરદ્વીપ ગયા છે અને જશે,” એમ કહ્યું છે, તેમાં શો અભિપ્રાય છે? કેમકે-અસંખ્યાતમે લીધે તેઓનું અવસ્થાન છે,
અને ભૂલીપમાં આવવાનું કહ્યું છે. ઉત્તર:–આ વચન નિયમભૂત સંભવે છે કે, “અસુકુમારાદિ દેવો તીર્થકર
મહારાજાના કલ્યાણકના ઉત્સવ નિમિત્તે નંદીશ્વર દીપ સુધીજ જાય, આગળ ન જાય.” પરંતુ અહીં આવતાં જતાં તે તે નજીકનાં દ્વીપમાં તેઓનું
ગમનાગમન સંભવે છે, પણ તેની આમાં વિવક્ષા કરી નથી.in૧-૬૩ શ્ન: હે હે મિgિ 1 ઈત્યાદિક ચંદ્રવર્ષ-ચંદ્રવર્ષ-અભિવર્ધિત વિગેરે
પાંચ વર્ષનો એક યુગ થાય. તે યુગનું હમણાં કર્યું વર્ષ ચાલી રહ્યું
છે તે જાણી શકાય? ઉત્તર:-હમણાં ત્રીજું અભિવર્ધિત વર્ષ ચાલતું જણાય છે. તે નીચે પ્રમાણે-કલ્પસૂત્ર
વિગેરેમાં શ્રી મહાવીર પ્રભુનું નિર્વાણ બીજા ચંદ્રવર્ષમાં કહ્યું છે. વર્ષ શ્રાવણ વદી ૧ થી શરૂ થાય. કેમકે -જ્યોતિષ કરંક પન્નામાં કહ્યું છે કે યુગની આદિ શ્રાવણ વદી ૧ બાલવ કરણ અને અભીચિનક્ષત્રમાં પ્રથમ સમયે થાય.”માટે તમામ યુગોનો આદિભૂત માસ શ્રાવણ જ સંભવે છે, તેથી તેના અવયવભૂત સંવત્સરનું પણ આદિપણું શ્રાવણથી થાય, તે ઘટે છે. તેથી વીર નિર્વાણ સંવત સંબંધી ત્રાવણ માસથી આરંભ ગણવામાં ચાર સંવત્સરોએ યુગ સમાપ્ત થાય. તે વાર પછી પાંચ પાંચ વર્ષોએ એક યુગ થાય, તેવી ગણતરીથી ૪૨૬ યુગો વ્યતીત થયા અને વિકમ સંવત ૧૬૬૪ વ્યતીત થયા. તે પછી પણ બે ચંદ્રસંવત્સરો ગયા. આ પ્રમાણે ગત શ્રાવણ માસથી ત્રીજે અભિવર્ધિત સંવત્સર પ્રવર્તમાન છે. વિચાર કરતાં આ વાત બરાબર લાગે છે. પરંતુ “યુગના મધ્યમાં પોષ માસ જ વધે” એમ કહ્યું છે, તો આ વરસમાં આષાઢ