________________
૧૪
દેવીઓની અપેક્ષાએ જાણવું. તેથી તેમાં અધિક પણ દેવીઓ સંભવે છે. અને તે દેવીઓ સનત્-કુમાર વિગેરે દેવોની અપેક્ષાએ બત્રીશગુણી બત્રીરૂપ અધિક છે. માટે પત્રવણાસૂત્ર તથા તિમુળા તિરૂવ-મહિમા એ બન્નેનો ભાવાર્થ જુદો પડતો નથી. ૧-૪૧॥
પ્રશ્ન: જિનકલ્પીઓ એકાવતારી હોય, એવી ચાલતી વાત સત્ય છે કે અસત્ય? તથા-તેઓ વસ્રરહિત છતાં નગ્ન દેખાય નહિ, એવો પાઠ કોઈ ગ્રંથમાં હોય તો દેખાડવા કૃપા કરશો.
ઉત્તર :— જિનકલ્પીઓ એકાવતારી હોય એવો પ્રઘોષ તથા વસ્રરહિત છતાં નમ્રપણું ન દેખાય તેવો પાઠ કોઈ ગ્રંથમાં દેખ્યો હોય, તેમ સ્મરણમાં Hell. 119-82 ||
પ્રશ્ન: ઉત્તર વૈક્રિય શરીરનું માપ લાખ યોજનથી કાંઇક અધિક કહ્યું છે. પરંતુ તે યોજનો કરનારના આત્માંગુલ પ્રમાણે કે ઉત્સેધાંગુલ પ્રમાણે કે પ્રમાણાંગુલ પ્રમાણે સમજવા ?
ઉત્તર :— ઉત્તરવૈક્રિય શરીર ઉત્સેધાંગુલે અથવા આત્માંગુલે અથવા પ્રમાણાંગુલે પોતાની શકિત અનુસારે થાય, તેમાં કોઈ પણ જાતનો આગ્રહ નથી. ૫૧-૪૩॥ પ્રશ્ન : આવશ્યક હારિભદ્રીયવૃત્તિમાં પહેલા શ્લોકમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રુતદેવતાને નમસ્કાર કરેલ છે, તે શું સાધુને ઉચિત ગણાય ? અહીં “શ્રુતરૂપ દેવતાને નમસ્કાર કર્યો છે એમ કહી શકાશે નહિ, કેમકે પ્રતિક્રમણગર્ભહેતુમાં શ્રુતદેવતાને દેવીરૂપે જણાવેલી છે.
ઉત્તર :— જ્ઞાનરૂપે શ્રુતજ્ઞાન મોક્ષનું કારણ છે, તેથી શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીનું પણ ઠેક ઠેકાણે સ્મરણ વિગેરે કરી તેણીને પણ કર્મક્ષયનું કારણ તરીકે બતાવેલ છે. માટે શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરાવવામાં ઉપકારી હોવાથી પૂર્વાચાર્યોએ આચરેલો શ્રુતદેવીનો નમસ્કાર આચરણા પ્રમાણરૂપ છે. ૧-૪૪॥
પ્રશ્ન: જે દેવવંદન વિધિ આપણે પાંચ શક્રસ્તવોએ કરીએ છીએ, તે વિધિ કોઈ ગ્રંથમાં છે? કે પરંપરાગત છે? અને પ્રવચન સારોદ્ધાર વિગેરે ગ્રંથમાં હકીકત જુદી મળે છે, તેનું કેમ ?
ઉત્તર:—પાંચ શસ્તવોએ કરી કરાતી કેટલીક દેવવંદનની ક્રિયા યોગશાસ્ર ટીકા તથા સંઘાચાર ટીકા આદિ ગ્રંથોને અનુસારે કરાય છે, અને કેટલીક પરંપરાથી કરાય છે. માટે પ્રવચન સારોદ્ધાર વિગેરે ગ્રંથોમાં