________________
તેઓની તથાપ્રકાર દૈનિક યોજનાઓ અને મુનિ દ્દારા સગવડો આપવાની એવી સુંદર યોજના હોય, કે તેઓનો વિકાસ જ થતો રહે, કોઇ પણ જાતની ત્રુટી તેમને ન જણાય. જે જોઇએ તે તેમની પાસે વગર વિલંબે હાજર થવું જોઇએ. પરંતુ એટલું ખરું કે-તે સર્વ મુનિ જીવનના ધોરણે જ હોવું જોઈએ.
૫. તેઓને એવા અયોન રાખવા જોઇએ કે તેઓનું અખંડ બ્રહ્મચર્ય જીંદગી ભર નભી શકે અને વૈરાગ્યવાસનાનો દીપક સદા પ્રજ્વલિત રહે. કદી ક્ષતિ થવાનો સંભવ ઉભો ન થાય. શાસનભક્તિ અને આર્ય સંસ્કૃતિ તરફનું વલણ ઠેઠ સુધી જાગતું રહે, તેવી ગોઠવણો પણ કરવી જોઇએ.
૬. એવી એક નાની પણ સંગીન સંખ્યાને દરરોજ મુખ્ય મકાનના ત્રણ વિભાગમાંથી કે ત્રણ જાતના આદર્શ પુરુષોના પરિચયમાંથી પસાર થવા દેવી જોઇએ. એટલે કે-સમ્યગ્દર્શન વિભાગ, સભ્યજ્ઞાન વિભાગ અને સમ્યક્ ચારિત્ર વિભાગમાંથી.
પહેલા વિભાગમાં શાસનને હરકત કરે તેવું દુનિયામાં શું શું બની રહ્યું છે? તેનો સંગીન અને વ્યવસ્થિત સાચો અનુભવ મળ્યા કરે, અને તેને માટે શા શા પ્રતિકારો છે? અને હોઈ શકે? તેની સમજ પડતી રહ્યા કરે. પરિણામે એ આખી સંખ્યામાંથી કોઇ કોઇ વ્યક્તિઓ, શાસન ખાતર મહાન્, કામો કરી શકે તેવા ધુરંધર તૈયાર થાય, બાકીના મધ્યમ અને જઘન્ય રહે.
બીજા વિભાગમાં આજે જે જે શાસ્ત્રો જાણવા જેવા છે, અને જગમાં જે જે જાણવા જેવું છે, તે દરેકનું તલસ્પર્શી જ્ઞાન તે આખી સંખ્યાને મળવું જોઈએ. તેમાં કોઇ ઉત્કૃષ્ટ વિદ્વાન થશે, કોઇ મધ્યમ અને કોઇ જઘન્ય
થશે.
ટુંકા વર્ષોમાં સર્વ શાસ્ત્રોનું જ્ઞાન કેવી રીતે કરાવી શકાય? એ મુખ્ય પ્રશ્ન છે, પરંતુ સાધનોથી સર્વ કાર્યો સાધ્ય થઇ શકે છે.
દા. ત. તે તે વિષયના પ્રખર વિદ્વાનો પાસે તે તે વિષયના તલસ્પર્શી અને સાંગોપાંગ સમજ આપે, તેવા ટુંકા પણ મુદ્દાસર (સૂત્રાત્મક) નિબંધો તૈયાર કરાવવા જોઇએ. અને તે નિબંધો મારત દરેકને તે તે વિષયની રૂપરેખાનું જ્ઞાન મળી જ જાય, જરૂર જણાય તો સંગીન રીતે મુખપાઠ કરાવીને પણ તે જ્ઞાન આપવું જોઇએ. પછી તેમાંના જે જે વિષયોમાં જેની શક્તિ હોય, તે રીતસર તે તે વિષયના ગ્રન્થોનો અભ્યાસ વિસ્તારથી કરે. એમ દરેક પ્રાચીન શાસ્ત્રોના વિષયો, આધુનિક વિજ્ઞાનને લગતા શાસ્ત્રોના વિષયો વિગેરે આજની અને પ્રાચીન દુનિયાનું જે જે જાણવા જેવું હોય, તે દરેકનું જ્ઞાન
૩૮