________________
૯
प्रश्न : पणकोडि अडसट्ठी लक्खा नवनवइ सहस्स पंचसया ।
चुलसी अहिया रोगा, छट्ठे तह सत्तमे नरए॥ १ ॥
આ ગાથા ક્યા ગ્રંથમાં છે? અને પહેલી વિગેરે નારકીમાં કેટલા રોગો હોય ?
ઉત્તર :— આવા પાઠવાલી આ ગાથા કોઇ ગ્રંથમાં જોવામાં આવી હોય, એમ સ્મરણમાં નથી. પણ આવા ભાવાર્થવાળી ગાથા ઉપદેશ રત્નાકરમાં છે. તે નીચે મુજબ:
रोगाणं कोडीओ, हवंति पंचेव लक्ख अडसट्ठी । नवनवइ सहस्साई, पंचसया तहय चुलसीइं ॥ १ ॥
પાંચક્રોડ અડસઠલાખ નવાણું હજાર પાંચસો ને ચોરાશી રોગો છે. આ રોગો અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નિત્ય હોય છે, અને બીજે પણ યથાયોગ્ય સંભવે છે. તેથી મનુષ્યભવમાં આટલા બધા જે રોગો વિનાશના કારણભૂત છે, તે મનુષ્યભવ પામીને ધર્મ જ સારભૂત વસ્તુ છે, એમ માની સર્વ શક્તિએ તેમાં આદરવાળા થવું. ૫૧-૨૭॥
:
: બીજાઓ પૂછે છે કે શ્રાવકોને સામાયિક અધ્યયન વિગેરેના ઉપધાનો ક્યા? તેનો ઉત્તર શો આપવો?
ઉત્તર :— મહાનિશીથ વિગેરે શાસ્ત્રોમાં ચૈત્યવંદન સૂત્રોના ઉપધાન વહેવા કહ્યા છે, પણ સામાયિક અધ્યયન વિગેરેના કહ્યા નથી. અને જે વળી ઉપધાન વિના પણ સામાયિક વિગેરેનું ભણવું થાય છે, તે જીનવ્યવહાર તથા સંપ્રદાય પ્રમાણને આશ્રયીને છે. કેમકે- વિચારામૃત સંગ્રહ ગ્રંથમાં શ્રાવક પ્રતિક્રમણરૂપ છઠ્ઠા દ્વારમાં કહ્યું છે કે- “શ્રાવકો નવકારમંત્ર વિગેરે કેટલાક સૂત્રોને બાદ કરી, બાકી જે સામાયિકસૂત્રથી માંડી ષટ્જવનિકાયસૂત્ર સુધી ભણે છે તે, અને વિના ઉપધાને નવકાર મંત્ર વિગેરે ભણે છે તે, જીનવ્યવહાર તથા સંપ્રદાય પ્રમાણથી ભણે છે. ૧-૨૮॥ પ્રશ્નઃ જિનેશ્વરદેવોના આંતરામાં સાધુઓનો વિચ્છેદ થયો હોય, ત્યારે પ્રત્યેકબુદ્ધ વિગેરે કેવલી હોય કે નહિ? જે હોય, તો બીજાઓને ધર્મોપદેશ કરે કે નહિ ?
ઉત્તર :— પ્રવચનસારોદ્ધારની ટીકામાં- “તીર્થનો ઉચ્છેદ થયો હોય, ત્યારે પ્રત્યેક બુદ્ધ વિગેરેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય, એમ સ્પષ્ટ કહ્યું છે. પરંતુ [સન પ્રશ્ન-૨...]