________________
શકે છે. અને આત્મપ્રદેશ વિનાના પ્રાસાદ, ઘટ, પટ વિગેરે ભિન્નરૂપ
પણ બનાવી શકે છે. તે ૧-૨૨ શ્ન: પિડવિશુદ્ધિના કર્તા જિનવલભગણિ ખરતરગચ્છીય છે? કે અન્યગચ્છીય
છે? ઉત્તર:-જિનવલભગણિનું ખરતરગચ્છીયપણું સંભવતું નથી. કેમકે- તેમણે
કરેલ પૌષધવિધિ પ્રકરણમાં “ઉપવાસ કરવાની શક્તિના અભાવે, શ્રાવકોને જમવા-એકાસણા વિગેરે કરવાનું કહેલું છે. તેમજ કલ્યાણક સ્તોત્રમાં શ્રી વીરભગવાનના પાંચ કલ્યાણકો જણાવ્યા છે. તેથી જિનવલભગણિની
સામાચારી ભિન્ન છે, અને ખરતરોની સામાચારી ભિન્ન છે. ૧-૨૩ પ્રશ્ન: જંબુદ્વીપમાં નદીઓની કુલ સંખ્યા ચૌદ લાખ છપ્પન હજારની જંબુદ્વીપ
પન્નત્તિમાં કહી છે, તેમાં દરેક ૨૮ હજારના પરિવારવાળી અંતર
નદીઓ ગણી નહિ. તેનું શું કારણ છે? ઉત્તર:–બૂદ્વીપ સંગ્રહણી વિગેરે ગ્રંથોમાં જેમ કુરુક્ષેત્રની ૮૪ હજાર નદીઓની
ગણતરી નથી, તેમ આમાં પણ અંતર્નદીઓના પરિવારની ગણતરી કરી નથી. તેમાં પૂર્વાચાર્યોની અવિવેક્ષા જ કારણ સંભવે છે. ૧-૨૪ : બારવ્રતધારી પોસાતીઓને અને સળંગ ચાર, આઠ કે દસ લાગલગાટ પૌષધ કરનારાઓને જે આલોયણ પ્રાયશ્ચિત્ત અપાય, તે ઉપધાન આલોયણના
અનુસાર અપાય કે કોઈ બીજી રીતીએ અપાય? ઉત્તર:-બારવ્રતધારી પોસાતી વિગેરેને લોયણ પ્રાયશ્ચિત્ત સામાન્યથી જીવઘાત
વિગેરેમાં જે અપાય છે, તે મુજબ અપાય છે. પણ ઉપધાન આલોયણના
અનુસાર અપાતું નથી. / ૧-૨૫ પ્રશ્ન: ભરતક્ષેત્રના માગધ વિગેરે તીર્થો જંબૂદ્વીપની ગતીની પહેલાં છે?
કે લવણસમુદ્રમાં છે? ઉત્તર–ભરતક્ષેત્ર સંબંધી માગધ વિગેરે તીર્થો જગતી થકી આગળ લવણસમુદ્રમાં
છે, એમ જણાય છે. કેમકે જંબુદ્વીપ સમાસમાં ભરતક્ષેત્રના વર્ણનના અધિકારમાં પ્રાગધ, વરદામ, પ્રભાસ, તીર્થદ્વાર” ઈત્યાદિ કહ્યું છે. તે ૧-૨૬ો.