________________
ઉત્તર:–ભગવતી સૂત્રમાં “ચારે લોકપાલ દેવોને દક્ષિણ દિશામાં થતાં જે
પૃથક પૃથક કાર્યો અજ્ઞાત હોતાં નથી” એમ બતાવ્યું છે. તે દક્ષિણ દિશા મેરુપર્વતની અપેક્ષાએ જાણવી. પણ સૌધર્મેન્દ્ર વિમાનની અપેક્ષાએ
લેવી નહિ. I૧-૧૯ા પ્રશ્ન: કલ્પરિણાવેલી ગ્રંથમાં “મરૂદેવા અધ્યયનની વિભાવના કરતાં મહાવીર
ભગવંત સિદ્ધિ પદને પામ્યા” એમ કહ્યું છે. તો તે મરૂદેવા અધ્યયન
કઈ રીતિએ વિભાવ્યું? તે રૂડી રીતે જણાવવા કૃપા કરશો? ઉત્તર:– કલ્પસૂત્રની અવણિમાં “મરૂદેવા અધ્યયનને વિભાવતા એટલે પ્રરૂપણા
કરતાં જ સિદ્ધ થયા” એમ કહ્યું છે. બીજી વિભાવનાની રીતિ બતાવી
નથી. • ૧-૨૦ પ્રમ: પાક્ષિક ખામણાના અવસરે દરેક શ્રાવકો મનમાં નમસ્કારમંત્ર ગણે
કે નહિ? ઉત્તર:- સાધુઓ હોય તો પાક્ષિક ખામણામાં શ્રાવકો નમસ્કાર મંત્ર મનમાં
ગણે નહિ, પણ સાધુઓ ખામણાસૂત્ર કહે તે સાંભળે. સાધુઓ ન હોય તો શ્રાવકો પકિખસૂત્રને સ્થાનકે વંદિત્તસૂત્ર કહે, અને ખામણાના
સ્થાનકે નમસ્કારસૂત્ર કહે, તેમ પરંપરા ચાલી આવી છે. જે ૧-૨૧
ઉપાધ્યાય શ્રી સોમવિજયગણિકૃત પ્રશ્નોના ઉત્તરો પ્રશ્ન: વૈધિરૂપને બનાવતા દેવો વિગેરે જે એકેંદ્રિયથી માંડીને પંચદિય સુધીનું
જવરૂપે વૈકિય શરીર બનાવે છે, ત્યારે તેમાં પોતાના આત્મપ્રદેશ નાંખે છે, તેવી રીતે થાંભલા વિગેરે અચેતન પદાર્થ વિકર્યું તો તેમાં પોતાના
આત્મપ્રદેશો નાંખે કે નહિ? ઉત્તર:–દેવો થાંભલા વિગેરે અચેતન પદાર્થ બનાવતાં તેમાં પોતાના આત્મપ્રદેશ
સંક્રમાવે નહિ, એમ જણાય છે. કેમકે- જીવાંભિગમસૂત્રમાં ચોથી પતિપત્તિમાં દેવ ગતિના અધિકારે કહ્યું છે કે “હે ભગવાન! સીધર્મ, ઇશાન દેવલોકના દેવો એકરૂપની વિકુવણા કરવા સમર્થ છે? કે બહુ રૂપોની વિકુવણા કરવા સમર્થ છે?” ઈત્યાદિક સૂત્રમાં બતાવ્યું છે કે “દવો પોતાના આત્મપ્રદેશોએ સહિત એકેન્દ્રિય વિગેરે એક, અનેક રૂપો પણ બનાવી