________________
સુરતના શ્રાવકોએ ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણિદ્વારા
કરાવેલ પ્રશ્નોના ઉત્તરો. મ: કોઈ એક પાસત્યા વિગેરે મૂલકર્મ વિગેરેમાં દુષ્ટ ક્રિયાકારી હોય, પણ
શુદ્ધ પ્રરૂપક હોય. અને બીજો તપસ્યા વિગેરે બહુ કિયાવાળો હોય. પણ ઉત્સુત્ર પ્રરૂપક હોય. આ બેમાં કોણ બહુસંસારી અને કોણ
અલ્પસંસારી? ઉત્તર:–આ બેમાં કોણ બહુલ-સંસારી? અને કોણ અલ્પસંસારી? તે નિર્ણય
આપણાથી કરી શકાય નહિ. કેમકે- તેવા પ્રકારના શાસ્ત્રના અક્ષરો દેખાતા નથી. તેમજ જીવોનો પરિણામ વિચિત્ર હોય છે. તેનો સર્વથા નિર્ણય તો સર્વજ્ઞ ભગવાન કરી શકે. પરંતુ, વ્યવહારને અનુસરીને ઉસૂત્રપ્રરૂપક
બહુલ સંસારી હોય, એમ સંભવે છે. તે ૧-૧૩ પ્રશ્ન: અગીતાર્થ સાધુને સ્વતંત્રપણે વિચરવામાં અનન્તસંસારિપણું જ થાય?
કે નહિ? ઉત્તર:–અગીતાર્થ સાધુને સ્વતંત્રપણે વિચારવામાં અનન્તસંસારપણું પ્રાય: કરીને
થાય. “ચોક્કસ જ થાય” એમ કહેવાય નહિ. કારણ કે કર્મપરિણતિ
વિચિત્ર હોય છે. ૧-૧૪ પ્રશ્ન: સાધુઓને માસિકલ્પ વિગેરે વિધિ નિયત ચોક્કસ છે? કે નહિ? ઉત્તર:- સાધુઓને માસકલ્પાદિ વિહારમાં એકાન્તિકપણું નથી, કેમકે- કારણ
ન હોય, તો માસકલ્પાદિ વિધિએ વિહાર કરે, અને કારણ હોય, તો બહુ કાલ સુધી પણ એક સ્થાનકે રહી શકે. કેમકે
पंच समिआ तिगुत्ता, उज्जुत्ता संजमे तवे चरणे।
वाससयपि वसंता, मुणिणो आराहगा भणिया॥१॥ અર્થ–પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સંજમ, તપ અને ચારિત્રમાં ઉદ્યમી મુનિવરો એક સ્થાનકે સો વર્ષ સુધી વસ્યા હોય, તો પણ આરાધક કહ્યા છે.
આ પાઠથી એક ઠેકાણે વધારે વખત રહી શકે. ૧-૧૫ા શ્ન: એક આંખવાળા નાળિયેર વિગેરેની સાંસારિક ફળની ઈચ્છાથી પૂજા
કરવામાં મિથ્યાત્વ લાગે? કે નહિ?