________________
પ્રશ્ન: વિજયાદિ અનુત્તર વિમાનવાસી દેવો નારકી, તિર્યંચ અને ભવનપતિ
દેવોમાં જાય કે નહિ? ઉત્તર:–અનત્તર વિમાન વાસી દેવો અનન્તરપાણે કે પરંપરાએ નારકી. તિર્યચ.
ભવનપતિ, વ્યન્તર કે જ્યોતિષ્કમાં ઉત્પન્ન થતા નથી એવા શબ્દો પ્રજ્ઞાપના
સૂત્રના પંદરમા પદની ટીકામાં છે. ૧-પા પ્રશ્ન: અતિચારની આઠ ગાથા ન આવડતી હોય, તે કાઉસ્સગ્નમાં આઠ
નવકાર ગણે છે. પરંતુ આઠ ગાથાના અને ચાર નવકારના શ્વાસોચ્છવાસ
૩૨ થાય, અને આઠ નવકારના તો ૬૪ થાય, તેનું કેમ? ઉત્તર–જેને આઠ ગાથા ન આવડે, તેની પાસે આઠ નવકારનો કાઉસ્સગ્ન
કરાવાય છે, તેમાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ ગણાતું નથી. ગાથાને સ્થાને નવકાર ગણાવાય છે. ૧-૬ મહોપાધ્યાય શ્રી મુનિવિજયગણિકૃત પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન: વાસુદેવો કોટિશીલા ઉપાડે છે, તે શાશ્વતી કે અશાશ્વતી છે? અને
તે ક્યાં છે? તથા તે કોટિશિલાને સર્વ વાસુદેવો આખી ઉપાડે? કે તેનો કોઈપણ ભાગ ઉપાડે છે? તે કોડ મનુષ્યોથી ઉપડી શકે, માટે કોટિશિલા, એવું નામ એ જ અર્થને બરાબર અનુસરીને છે?
કે બીજા હેતુથી છે? ઉત્તર:-કોટિશિલા અશાશ્વતી જણાય છે, કેમકે- શાસ્ત્રમાં ગંગા, સિંધુ, વૈતાય
વગેરે શાશ્વત પદાર્થોમાં તેની ગણતરી દેવામાં આવતી નથી. અને તે કોટિશિલા મગધ દેશમાં દશાર્ણ પર્વતની પાસે છે. સર્વ વાસુદેવો આખી ઉપાડે છે. “તેનો કોઈ પણ એક ભાગ ઉપાડે છે” એમ નહિ. પરંતુ પહેલો વાસુદેવ છત્ર સ્થાન સુધી, અને છેડ્યો ભૂમિથી ચાર આંગુલ ઊંચી ઉપાડે છે. અથવા મહા મહેનતે ઢીંચણ સુધી ઉપાડે છે. સામાન્યથી કોડ મનુષ્યો ઉપાડી શકે તેવી છે તેથી અને સાત્તિનાથ વિગેરે છ જિનેશ્વરોના કોડો મુનિવરો તેના ઉપર સિદ્ધિપદ પામ્યા છે,
તેથી કોટિશિલા કહેવાય છે. એવા અક્ષરો તીર્થકલ્પ વિગેરેમાં છે. ૧-૭ના શ્ન: સાંજના પ્રતિકમણમાં સક્ઝાય કરતી વખતે આદિમાં અને અંતમાં નવકાર
કહેવાય છે, તેમ બીજે ઠેકાણે સક્ઝાયોમાં આદિ અને અંતમાં નવકાર કહેવો કે નહિં?