________________
ર
પ્રશ્ન: બનાવવામાં આવતી જિનપ્રતિમાનું મોટામાં મોટું અને તદ્દન નાનું પ્રમાણ કેવું હોય ? જે મોટામાં મોટું પાંચસો ધનુષ્યનું હોય, અને નાનામાં નાનું અંગુઠા જેવડું હોય, તો પોતપોતાના શરીર પ્રમાણે ચોવીશે ય જિનની કરાવીને ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ભરાવેલી પ્રતિમાઓમાં મહાવીર પ્રભુની મૂર્તિ ઉત્સેધાંગુલે સાત હાથ પ્રમાણવાળી છતાં, ભરત મહારાજના અંગુઠા જેટલી પણ કેમ થાય ? કેમકે-ઉત્સેધાંગુલની ગણતરીએ ચાર ધનુષ અને ૧૬ અંગુલે ભરત મહારાજનું એક આત્માંગુલ થાય છે.
ઉત્તર :— ભરત મહારાજાએ મહાવીર ભગવંતની મૂર્તિ તેમના શરીર પ્રમાણે ભરાવેલ છે, તેથી તે ભરતના એક આત્મગુલ પ્રમાણે થતી નથી, તો પણ તેમાં કોઈ દોષ આવતો નથી. કેમકે-મૂર્તિના પ્રમાણમાં ભરત મહારાજાના અંગુલનો અધિકાર નથી અને તેનું પ્રાયિકપણું છે. ૧-૨ ॥ પ્રશ્ન: પુખર-વર-દીવરે અને સિદ્ધાણં બુદ્ધાણંનો કયા આવશ્યકમાં સમાવેશ
થાય?
ઉત્તર :~ બન્નેયનો કાઉસ્સગ્ગ આવશ્યકમાં સમાવેશ થાય છે, એમ આવશ્યક બૃહવૃત્તિના અનુસારે જણાય છે. ૧-૩
પ્રશ્ન: બાર પર્ષદાની પાસે તીર્થંકરદેવ ચાર રૂપે એક યોજન ભૂમિમાં ફેલાતી દેશનાએ ધર્મ ઉપદેશ કરે છે, અને ધર્મદેશના પૂરી થયા બાદ સ્વામી દેવછન્દામાં પધારે છે, ત્યાર બાદ ગણધર મહારાજા દેશના આપે છે. તે ચાર રૂપે? કે એક રૂપે ? અને યોજનગામિની દેશનાએ ? કે-સહજ સ્વરે ?
જો એક રૂપે હોય, તો બારે પર્ષદા માંહોમાંહે સંકોચાઇ જાય ? કે જેમ પ્રથમ બેઠેલી હતી, તેમ જ બેસી રહે છે?
ઉત્તર :— તીર્થંકર મહારાજાની દેશના પછી બીજી પોરિસીમાં ગણધર મહારાજા સ્વાભાવિક અને એકરૂપે દેશના આપે છે એમ જણાય છે. ચાર રૂપે તથા યોજનગામિની વાણીએ ધર્મદેશના તો તીર્થંકરદેવના અતિશય તરીકે શાસ્ત્રમાં કહેલ છે, ગણધર મહારાજાના અતિશય તરીકે કહેલ નથી.
અને બાર પર્મદાના સંકોચ બાબતમાં તે અવસરે જે ઉચિત ઇચ્છા મુજબની પ્રવૃત્તિ થતી હોય, તેમ જાણી લેવું. કેમકે-એ બાબતની ચોક્કસ હકીકત શાસ્ત્રોમાં જોવામાં આવતી નથી. ૫૧-૪॥