________________
૧૧
જે આ ગાથાથી ઉચ્ચરાવાય, તો “આહાર, ઉપધિ, વિગેરેનો ત્યાગ મરણબાદ થાય.” એમ આ ગાથાનો ભાવાર્થ છે. તો તે રીતિ
બતાવવા કપા કરશો. ઉત્તર:–અનામોf ઈત્યાદિક આગારોએ કરી જેણે આહાર વિગેરેનું
પચ્ચકખાણ કરેલું હોય, તેને આ ગાથાથી અણસણ કરાવાય છે, એમ જાણવામાં છે. પરંતુ એક્લી એ ગાથાથી જ કરાવાતું નથી. આની સવિસ્તર
હકીક્ત શ્રાદ્ધવિધિ ટીકામાં રાત્રિના કૃત્યના અધિકારમાં છે. ૧-૩૨ા પ્ર: દેરાસર વિગેરેના ખર્ચને માટે ઘર, ક્ષેત્ર, વાડી, વિગેરે જે ચાલુ સ્થિતિમાં
હોય તે દેરાસર વિગેરેની નિશ્રાએ અર્પણ કરી દેવામાં આવે, તે વ્યાજબી મનાય. પણ નવીન ક્ષેત્ર વિગેરે તેની નિશ્રાએ બનાવવામાં આવે, તે કેવી રીતે વ્યાજબી ગણાય?” એમ કેટલાક પ્રશ્ન પૂછે છે, માટે તેનો ઉત્તર આપવા જે કોઈ ગ્રંથમાં તેવી બાબત કહેલી હોય, તો તે જણાવવા
કૃપા કરશો. ઉત્તર:–ચાલુ ક્ષેત્ર, ઘર, વાડી વિગેરે દેરાસર વિગેરેને અર્પણ કરાય છે,
તેમ કારણ હોય તો નવીન ક્ષેત્ર, ઘર, વાડી વિગેરે બનાવવા પડે, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની વિચારણાએ અનુચિત લાગતું નથી.
જેમ જુના પાષાણ, ઈંટ વિગેરેના અભાવે ઈંટો વિગેરે નવાં બનાવાય છે, તેમ આમાં પણ સમજવું કેમકે-શ્રી શત્રુંજ્ય માહાત્મમાં કહ્યું છે કે “ભરત ચક્રવર્તીએ વાદ્ધકિરન પાસે અનેક તળાવ અને વનશ્રેણિઓએ વિભૂષિત શ્રી આદીશ્વર ભગવાનનો મહાન પ્રાસાદ કરાવ્યો,” અને તે જ ગ્રંથમાં-તે તે નદીઓ અને કુંડો ઈંદ્રાદિક દેવોએ કરાવ્યા,” એવો
સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.ar૧-૩૩ાા પ્રશ્ન: શ્રાવિકા મૂળવિધિએ ઉપધાન કરતી હોય, તો તેના અસ્વાધ્યાયના (અંતરાયના)
ત્રણ દિવસ સંબંધી તપ તથા પણું ગણતરીમાં આવે કે નહિ? પહેલાં તો-“ તપ ગણતરીમાં આવે નહિ” એમ સાંભળેલ છે, તેથી પ્રશ્ન
પૂછયો છે. ઉત્તર:–“અસ્વાધ્યાય-અંતરાય સંબંધી ત્રણ દિવસનો તપ તથા પણું નકામું
જતું નથી,” એમ વૃદ્ધવાદ ચાલ્યો આવે છે. માટે સોળમે દિવસે વાચના અપાય છે. વાચના બાદ ત્રણ પોસહ કરાવાય છે. તેમાં પણાની યિા કરાવાતી નથી. ૧-૩૪